અમદાવાદીઓ સાવધાન ! Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથું ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ


Updated: September 30, 2020, 1:16 PM IST
અમદાવાદીઓ સાવધાન ! Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથું ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ
પ્રતિકાત્મક તસવીર

કોર્પોરેશનના આંકડા પ્રમાણે અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં 1234 જેટલા કેસ નોંધાયા, પરંતુ હકીકત કંઇક અલગ છે?

  • Share this:
અમદાવાદમાં એક બાજુ કોરોનાએ કાળો (Ahmedabad Coronavirus cases) કહેર વર્તાવ્યો છે, તો બીજી બાજુ તંત્રએ 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો પર તાળા મારવાનું ફરમાન કર્યુ છે. આ બધાની (Chikungunya cases in Ahmedabad)  વચ્ચે અમદાવાદમાં  વધી રહ્યા છે ચિકનગુનિયાના કેસ. દરેક સોસાયટી મહોલ્લામાં એક સાથે સૌથી વધારે કેસ મળી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના  આંકડા પ્રમાણે અમદાવાદમાં  સપ્ટેમ્બર મહિનામાં 1234 જેટલા કેસ નોંધાયા છે. પરંતુ હકીકત કંઇક અલગ છે. આ જાણવા અમે તપાસ કરી તો માલૂમ થયું કે અમદાવાદ ના 48 વોર્ડમાં આશરે રોજ ના  આશરે 300 થી 400  કેસ ચિકનગુનિયા ના સામે આવે છે એટલે કે રોજ ના 300 થી 400 કેસ આવે છે.અમદાવાદમાં વધી રહ્યા છે ચિકનગુનિયાના કેસ

વરસાદ બાદ અમદાવાદ શહેરની હાલત જે પ્રકારે છે તે હાલત કદાચ આ પહેલા ક્યારેય નહોતી વર્ષ 2020માં અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસ ના પ્રકોપ છે હવે ચીકનગુનિયા મેલેરિયા અને ડેન્ગ્યુના મરછરો નો ઉપદ્રવ વધી ગયો છે અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. ગુરુના વાયરસની કે અમદાવાદ શહેરના શહેરીજનો મ્યુનિસિપલ હોસ્પિટલમાં જતા નથી જેથી ચોપડે આં ક નોંધાતા નથી.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોના વાયરસના વધુ 1381 કેસ, 1383 દર્દી સાજા થયા, વધુ 11 દર્દીનો Covid-19એ ભોગ લીધો

નાના દવાખાના અને હોસ્પિટલમાં લોકો સારવાર માટે પહોંચે છે જેનો રિપોર્ટ અમદાવાદ મહાનગર પાલિકા પાસે નથી આવા કારણે ચોપડે તો આંખ ઓછા નોંધાય છે પરંતુ અસલી હકીકત કંઇક અલગ છે વેજલપુર વોર્ડમાં આવેલા ક્લિનિક ચલાવતા ડો.પ્રણવ શાહના કહેવા પ્રમાણે વેજલપુર વિસ્તારમાં સૌથી વધારે કેસ ભાનુ ફ્લેટમાંથી આવ્યા છે જેમાં ઓગસ્ટના અંતમાં એક સાથે 20 થી 25 જેટલા દર્દીઓ ચિકનગુનિયાના શિકાર હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદમાં કોરોનાવાયરસના કહેર વચ્ચે કેટલાક લોકો એવા પણ છે કે જેઓ આયુર્વેદિક પદ્ધતિમાં માને છે. ચિકનગુનિયાના કેસમાં અમદાવાદ શહેરના 70 ટકા લોકો આયુર્વેદિક પદ્ધતિથી ચિકનગુનિયાની દવા લેવાનું વધારે પસંદ કરે છે. આવા જ એ ક અમદાવાદી અમદાવાદના જોધપુર રોડ પર રહે છે નામ છે તેમનું દિનેશ મજેઠીયા. માત્ર દિનેશ મજેઠીયા જ નહિ તેમના પુત્રને પણ ચિકનગુનિયા નો થયો હતો જેઓ  આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરી રહ્યા છે.
આ પદ્ધતિને કારણે તેમને રાહત છે પરંતુ ચિકનગુનિયા થવા પાછળના કારણ જાણશો તો ચોંકી જશો. જોધપુર વોર્ડના સ્થાનિક દિનેશ મજેઠીયા ના કહેવા પ્રમાણે અમે એ  સ્થળ તપાસ પણ કરી  જ્યાં માત્ર કચરાના ઢગ છે આ જગ્યા ને કારણે આસપાસ સોસાયટીમાં ચિકનગુનિયા નો રોગચાળો ફાટી નીકળ્યો છે.અમને કેટલાક.રાહદારીઓ એ પણ કહ્યું કે  મેઇન રોડ ઉપર કચરાના ઢગ તેમને પસંદ નથી.ઘણી વખત કોર્પોરેશન માં જાણ કરી છતાં જ્યાં અમારા ફ્લેટ છે ત્યાં જ કચરા નો ડબ્બો પડ્યો રહે છે.

આ પણ વાંચો :  આણંદ : 3.5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર 44 વર્ષના નરાધમને ફાંસીની સજા

આ હાલ માત્ર જોધપુર વોર્ડના નથી અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં આ પરિસ્થિતિ છે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ની છે વાત હોય બાપુનગર નિકોલ ની રા યપુર કે પછી બહેરામપુરા તમામ વોર્ડમાં ગટરો ની ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. એવામાં સમજવું મુશ્કેલ નથી કે આખરે કોનાં વાંકે અમદાવાદીઓ રોગ ના ભોગ બને છે.
Published by: Jay Mishra
First published: September 30, 2020, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading