LRD પેપરલીકઃ મારી પાસે બે વિકલ્પ હતા, છતા મેં કઠોર નિર્ણય લીધો': રૂપાણી

News18 Gujarati
Updated: December 17, 2018, 11:40 AM IST
LRD પેપરલીકઃ મારી પાસે બે વિકલ્પ હતા, છતા મેં કઠોર નિર્ણય લીધો': રૂપાણી

  • Share this:
રાજ્યભરમાં ચર્ચા જગાવનાર અને લાખો યુવકોની મહેનત પર પાણી ફેરવનારા લોકરક્ષક દળના પેપર લીક મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે. ન્યૂઝ18 ગુજરાતીના રાઇઝિંગ ગુજરાતના અનોખા કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના વિકાસ પર વાત કરી હતી. જેમાં તેઓ અતી મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી.

બે ઓપ્શન હતા, છતા કઠોર નિર્ણય લીધો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમમાં ગુજરતના બહુ ચર્ચિત LRD પેપર લીક મુદ્દે વાત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે વહેલી સવારે સાડા સાત વાગ્યે અમને માહિતી મળી કે પેપર લીક થયું. એ દિવસે તાત્કાલિક પરીક્ષા નિરિક્ષક વિકાસ સહાય મારી પાસે આવ્યા અને મને કહ્યું કે પેપર લીક થયું છે. ત્યારે મારી પાસે બે ડ વિકલ્પ હતા, પહેલું કે જે થાય છે ચૂપચાપ પરીક્ષા લઇ લેવી. જે હોબાળો થયો એ કદાચ ન થાત અને વિષય પતી જાત. કોઇને ખબર પણ ન પડત. પરંતુ જે લોકો મહેનતું, હોશિયાર અને ગરીબ છે તેઓ પાસ ન થાત જે લોકોએ પૈસાથી પેપર ખરીદ્યુ એ લોકો જ પાસ થાત.

વિજય રૂપાણીએ કહ્યું કે એટલે મારી પાસે બીજો વિકલ્પ હતો કે પરીક્ષા રદ્દ કરવી અને નવેસરથી ટ્રાન્સપરેન્સી સાથે પરીક્ષા થાય. એટલે મેં કઠોર નિર્ણય લીધો. મને ખબર હતી કે આ કઠોર નિર્ણયથી હોબાળો થશે. એટલે મે જાહેરાત પણ કરી કે બીજી પરીક્ષામાં સરકાર તમને આવવા જવામાં મદદ કરશે. સરકારનો જો ઇરાદો ખરાબ હોય તો પરીક્ષા પતી ગઇ હોત.

પેપરકાંડમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો હાથ

વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે સમગ્રકાંડમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો હાથ છે, હજી તપાસ ચાલે છે એટલે હું વધુ નહીં કહી શકું. પરંતુ આ આંતરરાષ્ટ્રીય ગેંગનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે. તપાસમાં એક પછી એક વાત સામે આવી રહી છે. આ ગેંગનો પર્દાફાશ કરવામાં ગુજરાતની પોલીસને શ્રેય જશે. આ મુદ્દે મેં ATS, ક્રાઇમ બ્રાંચ જેવી મોટી એજન્સીઓને તપાસ સોંપી છે, ટૂંક સમયમાં તેનો પર્દાફાશ થઇ જશે. 
First published: December 16, 2018, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading