રાજકોટમાં રૂ. 1100 કરોડના ખર્ચે બનશે AIIMS, કેવી હશે સુવિધા?

News18 Gujarati
Updated: November 6, 2019, 9:54 PM IST
રાજકોટમાં રૂ. 1100 કરોડના ખર્ચે બનશે AIIMS, કેવી હશે સુવિધા?
મુખ્યમંત્રી વિજય રૂપાણી

ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું

  • Share this:
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી.  AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી.  AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં AIIMS રાજકોટનું મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMS રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે આકાર પામશે. ૭પ૦ બેડની કુલ કેપેસીટી તથા વિવિધ રર જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ, ૭પ ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ થશે તેની વિગતો પણ વિજયભાઇ રૂપાણીને આપવામાં આવી હતી.

આ બેઠકમાં જણાવાયું કે, ૨૦૦ એકર જમીનમાં વિકસિત થઇ રહેલ AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને આ સંકુલમાં કુલ ૧૬ લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીટલીટીનો સમાવેશ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાએથી રૂડા મારફતે ડી.પી. રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી.  રાજકોટ AIIMSનું કામ નજીકના ભવિષ્યમાં વેગવંતુ બની રહ્યુ છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ કરેલી આ સમીક્ષાથી કામગીરીમાં વધુ ગતિ આવશે.

આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટ AIIMS માટે મેન્ટર ઇન્સ્ટીટયૂટ તરીકે નિમાયેલ AIIMS જોધપૂરના પ્રતિનિધિઓ અને ડિઝાઇન કન્સલટન્ટો ઉપસ્થિત રહ્યા હતા.
First published: November 6, 2019, 9:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading