ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા 158 કેદીઓને જેલમુકત કરવાનો નિર્ણય

News18 Gujarati
Updated: October 1, 2019, 7:00 PM IST
ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા 158 કેદીઓને જેલમુકત કરવાનો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિની ઉજવણીના ભાગ રૂપે ત્રણ તબક્કામાં રાજ્યના કુલ 387 કેદીઓને રાજ્ય માફીનો લાભ

  • Share this:
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ 158 કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ અને જેલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની 150મી જન્મજ્યંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવે છે. તદ્દઅનુસાર, અગાઉ બે તબક્કામાં આવા કુલ 229 કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. રાજ્ય માફી મળવાપાત્ર કેદીઓને મુકત કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને ગુજરાતના રાજ્યપાલની અનુમતિ મળતાં હવે વધુ 158 કેદીઓને જેલમુકત કરવામાં આવશે.

આ પણ વાંચો - PM મોદીને સાબરમતી ગાંધી આશ્રમ માટે છે વિશેષ પ્રેમ, આશ્રમને 60 કરોડની ગ્રાન્ટ મળી

ગુજરાતમાં આ સાથે કુલ 387 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે. કારાવાસના કેદીઓ પણ મુકિત બાદ સમાજમાં પૂનઃપ્રસ્થાપિત થઇને સ્વમાનભેર બાકીનું જીવન જીવી શકે તેવા મહાત્મા ગાંધીજીના આશયને ફળીભૂત કરવા વિજયભાઇ રૂપાણીએ આ માનવીય અભિગમયુકત નિર્ણય કરેલો છે તેમ ગૃહ અને જેલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

જે 387 કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે તેની વિગતો આપતાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, 55 વર્ષ કે તેથી વધુ વયની અને ખરેખર થયેલ જેલ સજાના 50 ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવી1 મહિલા કેદી, 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને ખરેખર થયેલ જેલ સજાના 50 ટકા કારાવાસ પૂર્ણ કર્યા હોય તેવા 5 પુરૂષ કેદીઓ અને એવા 381 કેદીઓ કે જેમણે ખરેખર જાહેર થયેલ સજાના 66 ટકા એટલે કે બે તૃંતીયાશ સમયગાળો જેલવાસ ભોગવ્યો હોય તેવા કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે.
First published: October 1, 2019, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading