Home /News /madhya-gujarat /અમદાવાદનાં આ વિસ્તારમાં છોડાયું કેમિકલયુક્ત પાણી, સ્થાનિકોનાં હાલ બેહાલ થયા

અમદાવાદનાં આ વિસ્તારમાં છોડાયું કેમિકલયુક્ત પાણી, સ્થાનિકોનાં હાલ બેહાલ થયા

કેમિકલયુક્ત પાણીને કારણે અસહ્ય ગંધ પણ આવી રહી છે.

આ દૂષિત પાણીને કારણે શ્વાસ, ત્વચામાં તસલીફ થાય છે સાથે પગ અને આંખમાં પણ બળતરા થાય છે.

દિપીકા ખુમાણ, અમદાવાદ : શહેરનાં ઇન્દિરાનગરમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સામાન્ય જનતા પરેશાન થઇ ગઇ છે. ઇન્દિરા નગરમાં રહેતા 70 જેટલા પરિવારો આ તકલીફ વેઢી રહ્યાં છે. આ દૂષિત પાણીને કારણે શ્વાસ, ત્વચામાં તસલીફ થાય છે સાથે પગ અને આંખમાં પણ બળતરા થાય છે. તંત્રને રજૂવાત કરી તો પણ કોઇ સમસ્યા હલ નથી થઇ રહી. જેના કારણે સામાન્ય માણસોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો : પાણીની સમસ્યાનાં વિરોધમાં વડોદરાવાસીઓ કોર્પોરેશનની ટાંકીમાંથી પાણી લઇને નાહ્યા

આ મામલે મળતી માહીતી પ્રમાણે શહેરનાં ઇન્દિરાનગર વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીથી ત્યાં રહેતા પરિવારો પરેશાન થઇ ગયા છે. બાળકો રમવા પણ ઘરની બહાર નથી જઇ શકતાં. લોકોનો રોષ છે કે આ કેમિકલયુક્ત પાણી અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે છતાંપણ કોઇ જ પગલાં લેવામાં આવ્યાં નથી. આ અંગે એક મહિલાએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, કોર્પોરેશનમાં જઇને અમારી ફરિયાદ નોંધાવી ત્યારે કર્મચારી તો ઉંધતા હતાં. અમારી ફરિયાદ તો નોંધી પરંતુ હજી કોઇ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ સમસ્યાને કારણે નાનાથી લઇને મોટી ઊંમરનાં લોકો પરેશાન થઇ રહ્યાં છે.

જુઓ નજારો


આ પણ વાંચો : વડોદરા : વધુ વાહનો ધરાવતી સોસાયટીઓમાં HSRP નંબર પ્લેટ ફિટ કરવા RTO રૂબરૂ આવશે

આ સમસ્યા અંગે અન્ય એક મહિલા સાથે વાત કરતાં જણાવ્યું કે, મારા પતિને સવારે 4 વાગ્યાથી શ્વાસની તકલીફ થઇ રહી છે. આવું કોર્પોરેશનને નહીં દેખાય. અમારે દવાખાનામાં દાખલ થવું પડ્યું તો તેનો ખર્ચ સરકાર ભોગવશે? આ પાણીમાં એસિડ ભેગું છે તેથી મારા પગમાં પણ ચીરા પડી ગયા છે. આ મારી નહીં અન્ય મહિલાઓની પણ ફરિયાદ છે.
First published:

Tags: Ahmedaabad, ગુજરાત, પાણી`