Home /News /madhya-gujarat /અમદાવાદ : નિવૃત્ત અધિકારીની જાણ બહાર થઈ છેતરપિંડી, બેંક ખાતામાંથી રૂપિયા 5.35 લાખ ઉપડી ગયા!

અમદાવાદ : નિવૃત્ત અધિકારીની જાણ બહાર થઈ છેતરપિંડી, બેંક ખાતામાંથી રૂપિયા 5.35 લાખ ઉપડી ગયા!

ફરિયાદીનું કહેવું છે કે તેમના બેંક ખાતામાંથી તારીખ 15-10-2018 થી 6-4-2019 સુધીમાં કોઈ શખ્સો આશરે 5.35 લાખની રકમ ઉપાડી ગયા છે.

ફરિયાદીનું કહેવું છે કે તેમના બેંક ખાતામાંથી તારીખ 15-10-2018 થી 6-4-2019 સુધીમાં કોઈ શખ્સો આશરે 5.35 લાખની રકમ ઉપાડી ગયા છે.

    અમદાવાદ : સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Ahmedabad Cyber Crime)માં એક સિનિયર સિટીઝન (Senior Citizen) દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં આશરે 5.35 લાખની છેતરપિંડી (Cheating)ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી શરદ કુમારની ઉંમર 67 વર્ષ છે અને તેઓ તેમના પત્ની સાથે રહે છે. શરદ કુમાર અસારવા મિલમાંથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિવૃત્ત થયેલા છે.

    ફરિયાદીનું કહેવું છે કે તેમના બેંક ખાતામાંથી તારીખ 15-10-2018 થી 6-4-2019 સુધીમાં કોઈ શખ્સો આશરે 5.35 લાખની રકમ ઉપાડી ગયા છે. આ અંગેની તેમને જાણ પણ નથી થઈ. ફરિયાદીની નિવૃત્ત પછીની રકમ તેમજ અન્ય રકમ બેંકમાં હતી. રકમ તેઓઉપાડતા ન હતા. જોકે, ઇન્કમ ટેક્સ ભરવાનો હોવાથી તેઓ તારીખ 20-5-19ના રોજ બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા.

    આ દરમિયાન તેમને ખબર પડી હતી કે તેમના ખાતામાંથી કોઈએ રૂપિયા ઉપાડી લીધા છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચો : દેશના બે મોટા શહેરમાં ચીનના સૌથી વધારે નાગરિક, હવે સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ
    " isDesktop="true" id="991067" >

    નોંધનીય છે કે ઘાટલોડિયા વિસ્તારમાં પણ એક વ્યક્તિ સાથે 99 હજારની છેતરપિંડી થઈ છે. ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમારું Paytm KYC નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. આવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લઈને 2 અલગ અલગ ટ્રાન્ઝેકશન કરી આશરે 99 હજારની છેતરપિંડી કરી નાખી છે.



    આ પણ વાંચો : પુરીની જગન્નાથ રથયાત્રા પર રોક, અમદાવાદમાં શું થશે? 
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો