અમદાવાદ : Cyber ચીટરોનો આતંક, હલ્દીરામની ફ્રેન્ચાઇઝી લેવા જતા લાખ રૂપિયા ગુમાવ્યા


Updated: June 21, 2020, 12:20 PM IST
અમદાવાદ : Cyber ચીટરોનો આતંક, હલ્દીરામની ફ્રેન્ચાઇઝી લેવા જતા લાખ રૂપિયા ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

હેમલ દલવાડીએ ગૂગલ પર સર્ચ કરી અને ફ્રેન્ચાઇઝી વિશે તપાસ કરી હતી પછી જે થયું તે ચેતવણીરૂપ છે

  • Share this:
અમદાવાદ : છેલ્લા કેટલાક સમય થી સાયબર ક્રાઇમ કરતા ગઠીયા ઓનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક નવી નવી મોડસ ઓપરેન્ડી થી લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. શહેર ના વસ્ત્રાલ વિસ્તાર માં રહેતા હેમલ દલવાડી નામના વ્યક્તિ પાસે થી ફ્રેન્ચાઇઝી આપવાના બહાને રૂપિયા 99,999 પડાવી લેતા પોલીસ ફરિયાદ થઈ છે.

હેમલ દલવાડી ને ફૂડનો વેપાર કરવો હોવાથી તેમણે ગૂગલ પર હલ્દીરામની વેબ સાઇટ સર્ચ કરી તેના વિશે માહિતી મેળવતા હતા. જોકે આ દરમિયાન એક ટેબ ઓપન થતા તેમાં કેટલીક માહિતી માંગતા ફરિયાદી એ તેમાં પોતાની વિગતો ભરી હતી. ત્યારબાદ તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. અને કહ્યું હતું કે જો તેમને ફ્રેન્ચાઇઝી મેળવવી હોય તો એક ફોર્મ ભરવું પડશે. જેના રૂપિયા 99,999 રૂપિયા જમા કરાવવા પડશે.


જોકે, ફરિયાદી એ વિશ્વાસ માં આવી ગઠિયાએ આપેલ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જોકે ત્યારબાદ ફરિયાદીએ તેને મળેલ ફોર્મમાં તમામ હકીકત ભરીને આરોપીએ આપેલ મેઈલ આઇડી પર મેઈલ કરી આપ્યો હતો. એટલે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપીએ ફરિયાદીને એગ્રીમેન્ટ કરવા માટે રૂપિયા 15 લાખની માંગ કરી એગ્રીમેન્ટની કોપી મોકલી આપી હતી.

આ પણ વાંચો :  સુરતમાં ગુંડારાજ : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાનો CCTV Video સામે આવ્યો

પરંતુ ફરિયાદીને શંકા જતાં જ ત્યાં ફરી હલ્દીરામ ની વેબસાઈટ ઓપન કરી હતી અને તેમાં આપેલ ફ્રેન્ચાઇઝી ને ફોન કરી ને આ બાબતની જાણ કરી હતી ત્યારે તેમણે કહ્યું કે તેમની પાસે ફરિયાદીની કોઈ પણ હકીકત તેમની પાસે આવેલ નથી અને તેમણે ફ્રેન્ચાઇઝી માટેની કોઇ પ્રક્રિયા કરેલ નથી. જેથી ફરિયાદીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
First published: June 21, 2020, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading