અમદાવાદ: ગજબની ઠગાઈ, ગીરવે મૂકેલી સોનાની ચેન પરત લેવા ગયા ત્યારે વજન ઓછું થઈ ગયું હતું!

અમદાવાદ: ગજબની ઠગાઈ, ગીરવે મૂકેલી સોનાની ચેન પરત લેવા ગયા ત્યારે વજન ઓછું થઈ ગયું હતું!
પ્રતિકાત્મક તસવીર

અનેક લોકો નાણાભીડને કારણે પોતાની પાસે રહેલા સોનાના દાગીના ગીરવે મૂકીને લોન લેતા હોય છે, આ તમામ લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન છે.

  • Share this:
અમદાવાદ: શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomtipur Police Station)માં અજીબ ઠગાઇ (Cheating)નો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને નાણાંની ભીડ ઊભી થતા તેણે પોતાની સોનાની ચેન ગીરવે મૂકીને વ્યાજે પૈસા (Loan against Gold) લીધા હતા. આનું વ્યાજ પણ ચૂક્યું હતું. બાદમાં તે ચેન છોડાવવા ગયો ત્યારે તેને જે સોનાની ચેન (Gold Chain) મળી તે ઓછા વજન અને ઓછા ટચ વાળી મળતા યુવકે નાણા ધીરનાર અને જવેલર્સ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો નાણાભીડને કારણે પોતાની પાસે રહેલા સોનાના દાગીના ગીરવે મૂકીને લોન લેતા હોય છે. ત્યારે આ તમામ લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન છે.

ગોમતીપુરમાં રહેતા મુકેશભાઈ ચાવલા છૂટક મજૂરી કામ કરે છે. તેમને થોડા સમય પહેલા અલીફા શાન જવેલર્સમાંથી 1.40 લાખની સોનાની ચેન ખરીદી હતી. વર્ષ 2018માં તેઓને પૈસાની જરૂર ઉભી થતા તે સોનાની ચેન તેમણે અલ્પેશ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિની નાણા ધીરધાર અને ભૈરવ જવેલર્સ શોપમાં એક લાખમાં ગીરવે મૂકી હતી.આ પણ વાંચો: 

બાદમાં વર્ષ 2020માં તેઓ પોતાની સોનાની ચેન છોડાવવા ગયા હતા. તેમણે અલ્પેશને 2.5 ટકા વ્યાજ લેખે 65 હજાર પણ ચૂકવી દીધા હતા. જોકે, બાદમાં નાણા ભીડ રહેતા તેઓ આ ચેન લઈને પાછા અલીફા શાન દુકાનમાં ગયા હતા. જ્યાં આ ચેન બતાવતા દુકાનદારે જણાવ્યું કે તમે જે 40 ગ્રામ 390 મિલી વજનની ચેન ખરીદી હતી તે આ નથી. જેથી તેઓ સોના ચાંદીના માર્કેટમાં ગયા હતા, જ્યાં આ ચેનનું વજન 39 ગ્રામ 990 મિલી જણાયું હતું. અને તેનું ટચ પણ ઓછું હતું.

આ પણ જુઓ-

આ મામલે મુકેશભાઈએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાથી જાણ થઈ હતી. જે બાદમાં તેઓ અલ્પેશને ત્યાં ગયા હતા અને આ વાતની જાણ કરી હતી. જોકે, અલ્પેશે તેમને ત્યાંથી નીકળી જવાની ધમકી આપી હતી. મુકેશભાઈએ આ મામલે ગોમતીપુર પોલીસને અરજી આપતા આખરે પોલીસે આ મામલે આઇપીસી 406,420, 294(b), 506 (2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:October 13, 2020, 07:15 am

ટૉપ ન્યૂઝ