Home /News /madhya-gujarat /અમદાવાદ : લાલબત્તી સમાન કિસ્સો, વૈજ્ઞાનિકની પત્ની સાથે ટૂરિઝમ કંપનીની છેતરપિંડી, FIR દાખલ
અમદાવાદ : લાલબત્તી સમાન કિસ્સો, વૈજ્ઞાનિકની પત્ની સાથે ટૂરિઝમ કંપનીની છેતરપિંડી, FIR દાખલ
પ્રતિકાત્મક તસવીર
સ્પેશિયલ ટુરિઝમ સ્કીમમાં સિલેક્ટ થયા હોવાનુ કહીને અલગ અલગ લોભામણી લાલચો આપી મેમ્બરશીપના નામે રૂપિયા પડાવી લેતા 6 લોકો વિરુદ્ધ માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
અમદાવાદ : સ્પેશિયલ ટુરિઝમ સ્કીમમાં સિલેક્ટ થયા હોવાનુ કહીને અલગ અલગ લોભામણી લાલચો આપી મેમ્બશીપના નામે રૂપિયા પડાવી લેતા 6 લોકો વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી મહિલાને વસ્ત્રાપુ ની શેખર ટુરિઝમ માંથી વાત કરી રહ્યા હોવાનો કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તેઓ (Wife of scientist of Ahmadabad being cheated) તેમની સ્પેશિયલ ટુરિઝમ સ્કીમમાં સિલેક્ટ થયા છે. જો તેઓ ને આ સ્કીમ માં રસ હોય તો તેમની ઓફિસ આવી ને પ્રેઝન્ટેશન જોઈ શકે છે. અને જો મેમ્બર શિપના લે તો પણ તે ને નવરાત્રીના નવ દિવ ના પાસ ફ્રી માં આપશે.
જેથી ફરિયાદી બહેન તેમના પતિ સાથે આ કંપનીની ઓફિસ ગયા હતા. જ્યાં તેઓ ને અલગ અલગ સગવડો અને (shekhar tourism cheating case) લોભામણી લાલચ આપી ને મેમ્બરશીપના નામે 15,000 રૂપિયા પડાવ્યા હતા. જોકે આ કંપનીના મેનેજર દ્વારા તેઓ નું અન્ય એક કંપની સાથે ટાઈ અપ હોવાની જાણ પણ કરવામાં આવી હતી. જેના દ્વારા પણ તેઓ ને કેટલીક સગવડો પૂરી પાડવામાં આવશ તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો :
ત્યારબાદ ફરિયાદી દ્વારા મેમ્બર શિપ ના બીજા 90 હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. જેની સામે તેઓ ને (Tourism fraud) કંપની દ્વારા મેમ્બર શિપ કાર્ડ, કીટ અને લેટર પણ આપવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બર 2019ના દિવસે ફરિયાદી પરિવાર સાથે ગીર સોમનાથ તથા ગીર ફોરેસ્ટ ફરવા માટે ગયા હતા. જ્યાં તેમને પ્રથમ વર્ષ બે દિવસ ત્રણ નાઈટ હોટલ માં ફ્રી રોકાણ રહેશે તેવું જણાવવા માં આવ્યું હતું.
આ પણ વાંચો :
પરંતુ તમામ હોટલ બુક હોવાનુ કહી ને તેમને હોટલ આપવામાં આવી ના હતી. અને અન્ય કોઈ પણ સગવડો પૂરી પાડવામાં (Ahmedabad Police)આવી ના હતી. જેથી ફરિયાદી એ ત્યાંથી પરત આવી પોતાના મેમ્બર શિપ ના રૂપિયા પરત માંગ્યા કોઈ યોગ્ય જવાબ ના મળતા અંતે તેમને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
" isDesktop="true" id="1012252" >
જો કે આ સિવાય પણ આ કંપની દ્વારા એક મહિલા પાસે થી રૂપિયા 1 લાખ 15 હજાર પડાવ્યા હોવાનુ બહાર આવ્યું છે. હાલ પોલીસ એ આ સમગ્ર મામલે 6 લોકો વિરુદ્ધ માં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.