Home /News /madhya-gujarat /

અમદાવાદમાં ગઠિયાએ સરકારી કોન્ટ્રાક્ટના નામે ભાડે લીધેલી ગાડીઓ ગિરવે મૂકી દીધી!

અમદાવાદમાં ગઠિયાએ સરકારી કોન્ટ્રાક્ટના નામે ભાડે લીધેલી ગાડીઓ ગિરવે મૂકી દીધી!

ગાડી (Car) ભાડે આપતાં પહેલાં ચેતજો, તમારી કાર પણ ગિરવે (Mortgadge) મૂકાઇ શકે છે!, સોલા પોલીસે (sola Police)આરોપીની શોધખોળ હાથ ધરી

ગાડી (Car) ભાડે આપતાં પહેલાં ચેતજો, તમારી કાર પણ ગિરવે (Mortgadge) મૂકાઇ શકે છે!, સોલા પોલીસે (sola Police)આરોપીની શોધખોળ હાથ ધરી

    હર્મેશ સુખડિયા, અમદાવાદ : લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આ કહેવત અવાર નવાર સાર્થક થતી હોય છે. ત્યારે આ કહેવત મુજબનો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં (Ahmedabad) એક કારના માલિક (car Owner) સોલા વિસ્તારમાં (sola) ચોળાફળી ખાવા ગયા હતા ત્યારે એક શખ્સ સાથે તેમની મુલાકાત થઇ હતી. આ શખ્સે ગાડીઓ (car) સરકારી કોન્ટ્રાક્ટમાં (Government contract) ચાલુ હોવાનું જણાવી ગાડી ભાડે લેવાની (Rental car) વાતો કરી ડીલ કરી હતી. થોડા સમય સુધી ભાડું ચૂકવી ઠગે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. આ ગઠિયાએ એક કે બે કે ત્રણ નહીં પણ 30થી 35 ગાડીઓ આ ગઠિયાએ ભાડે લઇ તેને ગિરવે (Mortgadge) મૂકી દીધી હતી. જેને લઇને વેપારીએ સોલા પોલીસસ્ટેશનમાં (sola Police Station) ફરિયાદ નોંધાવી છે.

    ગોતામાં રહેતા રઘુભાઇ ભરવાડ પાસે બે ઇકો કાર હતી. અને તેઓ ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મે માસમાં રઘુભાઇ તેમના મિત્ર સાથે ગોતામાં ચોળાફળી ખાવા ગયા હતા. ત્યાં તેમની મુલાકાત બળવંત સોલંકી સાથે થઇ હતી. રઘુભાઇએ બળવંતને કહ્યું કે કોઇને ઇકો ગાડી વેચાણમાં આપવાની હોય તો કહેજો. જેથી બળવંતે લે-વેચની ના પાડી અને પોતે ગાડીઓ ગાંધીનગર સરકારી કોન્ટ્રાક્ટ પર મૂકતો હોવાનું જણાવ્યું હતું.

    આ પણ વાંચો :  સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પાસે 30 ફૂટનું નિર્માણાધીન ડાયનાસોર પડી ગયું

    બળવંતે ડ્રાઇવરને રોજ એક હજાર અને ગાડીના એડવાન્સ 10 હજાર ભાડુ આપવાની વાતો કરી હતી,  અને કોઇને ગાડી મૂકવી હોય તો જણાવવા કહ્યું હતું. જેથી રઘુભાઈને રસ પડતાં બે દિવસ બાદ ફોન પર થયેલી વાત મુજબ તેઓ ગાંધીનગર કાર લઇને પહોંચી ગયા હતા. બંને વ્યક્તિ વચ્ચે ગાંધીનગરમાં સ્ટૅમ્પ પર કરાર કરી બળવંતે ગાડી લઇ લીધી હતી.

    આ કરાર થયા બાદમાં બળવંતે વધુ ગાડીઓની જરૂર છે તેમ કહ્યું હતું, આથી રઘુભાઇએ સંબંધી અને મિત્રવર્તુળમાંથી  વધારે ગાડીઓની વ્યવસ્થા પણ રકરી આપી હતી. બળવંતે વિશ્વાસ કેળવવા લાખો રૂપિયા ભાડું તો આપ્યું પણ 30થી 35 ગાડીઓ પોતાની પાસે આવી જતાં તેણે આ ગાડીઓ કોઇને ત્યાં ગિરવે મૂકી દીધી. રઘુ ભરવાડે સમયસર ભાડું ન આવતાં તપાસ કરી ત્યારે સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ રઘુ ભરવાડે  સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, અમદાવાદ, ગુજરાત, પોલીસ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन