Home /News /madhya-gujarat /અમદાવાદ : નાગા બાવા બનીને ફરતા 'મદારી' ઝડપાયા, પડાવી લેતા હતા રોકડ-દાગીના, જુઓ Video

અમદાવાદ : નાગા બાવા બનીને ફરતા 'મદારી' ઝડપાયા, પડાવી લેતા હતા રોકડ-દાગીના, જુઓ Video

કારમાં આવતા ફરેબો, લૂંટીને થઈ જતા ફરાર

તાજેતરમાં વાસણા માં એક વૃદ્ધ મંદિરથી ઘરે જતા આ ગેંગના સભ્યોએ આશીર્વાદ આપવાનું કહી દાગીના લૂંટયા હતા, વાસણા પોલીસે ઝડપી પાડયા હતા. જુઓ ડેમો વીડિયો

અમદાવાદ: શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા (Nagas) બનીને ફરતા લોકો ધાર્મિક વૃત્તિ ધરાવતા વૃધ્ધોને આશીર્વાદ આપવાનું કહી અને દાગીનાને ફૂંક મારવાનું કહી છેતરતા (Cheating) હોવાની ઘટનાઓ સામે આવી હતી. આવી જ એક ઘટના તાજેતરમાં વાસણા વિસ્તારમાં બની હતી. જેમાં વાસણા પોલીસસ્ટેશન (Vasana Police Station Ahmedabad ) ના ડિસ્ટાફ ગણતરીના દિવસોમાં જ મદારી (Charmer gang) ગેંગ ના ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ હજુ પહેલી વાર જ આ રીતે વૃદ્ધને લૂંટયા હતા અને ઝડપાઇ ગયા છે. બાકી અનેક લોકોને આશીર્વાદ આપવાનું કહી 200 રૂ.થી લઈ ત્રણ ચાર હજાર લઈ નીકળી જતા હોવાની કબૂલાત કરી છે. ગેંગના સભ્યો કેવી રીતે લોકોને છેતરતા તે માટે પોલીસે ડેમો કરાવતા અંધશ્રદ્ધા માં માનતા લોકો આબેહૂબ નાગા બાવા ની જાળમાં ફસાઈ જતા હોવાનું સામે આવ્યું હતું.

વાસણા ખાતે રહેતા 69 વર્ષના શંકરભાઈ નાગર પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ તેમના હાથમાં એક ગુરુ ગ્રહના નંગ વાળી સોનાની વીંટી પહેરતા હતા. ગત 21મી મે ના રોજ સવારે તેઓ તેમના ઘરેથી નીકળી નારાયણ નગર રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ ના મંદિરે દર્શન કરીને ઘરે પરત ચાલતા આવતા હતા. તે વખતે લક્ષ્મીનારાયણ મંદિર થી તેમના ઘરની વચ્ચે ના રસ્તામાં એક કારનો ચાલક ગાડી તેમની નજીક માં લાવી ઊભી રાખી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : મિત્રના ઝઘડામાં યુવકને મળ્યું મોત, છરીના ઘા ઝીંકીં કરપીણ હત્યા

 આ પણ વાંચો : રાજકોટ : શરણાઈના સૂર બદલાયા માતમમાં, પૌત્ર-વધુને આશિષ આપ્યા બાદ દાદાએ પકડી અનંતની વાટ

ડ્રાઇવરની સીટની બાજુની સીટ માં બેઠેલા શખશે તેઓને પૂછ્યું કે કાકા મહાદેવ નું મંદિર ક્યાં આવ્યું છે? ગાડીની પાછળની સીટમાં બેઠેલા નાગા બાવા ને ચલમ પીવી છે, અમારે મંદિર જવું છે અમને સરનામું આપો અને પાછળ બેઠેલા નાગાબાવાના દર્શન કરો તમારું કલ્યાણ થઈ જશે. તેવામાં પાછળની સીટ ઉપર બે શખ્સો બેઠા હતા જેમાંથી એક શખ્શે ગાડીનો કાચ ખોલી કાકા નજીક આવો એવું કહીને પાછળની સીટમાં બેઠેલા બીજો શખ્શ કે જેણે ભગવા કપડા પહેર્યા હતા,.

તેણે આ વૃદ્ધને આશિર્વાદ આપ્યા અને શંકરભાઈને તેમના હાથમાં એક રુદ્રાક્ષનો મોતી અને સિંદૂર આપી કપાળ પર તિલક કર્યું હતું અને જણાવ્યું કે તમારા હાથમાં પહેરેલી સોનાની વીંટી મને આપો હું તમને ફૂંક મારીને પાછી આપું છું. બાદમાં આ શખ્સો ફરાર થઈ ગયા હતા.



ત્યારે વાસણા પોલીસસ્ટેશન ના ડિસ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લક્ધીરસિંહ, જીતેન્દ્રસિંહ અને જયવીરસિંહ એ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આ ગેંગ ઝડપી પાડવા પ્રયાસ કરતા નકલી નાગા બાવા બની ફરતા સાગર નાથ મદારી, સાહેબનાથ મદારી, રાજુનાથ ભાટી અને વિજય નાથ ગોસાઈની ધરપકડ કરી છે. આ તમામ લોકો દહેગામ અને મહેમદાવાદ ના રહેવાસી છે. આરોપીઓ કેસરી ખેસ નાખી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગાડીમાં નીકળતા હતા.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

મંદિર ની આસપાસ કોઈ દાગીના પહેરીને મંદિર આવતા ધાર્મિક વૃત્તિ વાળા વ્યક્તિને રોકી મંદિરનું સરનામું પૂછતાં અને બાદમાં ગાડીમાં પાછળ નાગા બાવા બેઠા છે દર્શન કરી આશીર્વાદ લો કહીને નાગા બાવા બનીને બેઠેલો શખસ ધબ્બો મારી આશીર્વાદ આપતો હતો. બાદમાં દાગીના કઢાવી ફૂંક મારી પરત આપવાનું કહી દાગીના પડાવી ગેંગના આ સભ્યો ફરાર થઈ જતા હોવાનું વાસણા પીઆઇ એ એલ મહેતાએ જણાવ્યું છે.

આ પણ વાંચો : નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

પોલીસ એ વાત સમજવા માંગતી હતી કે આરોપીઓ કોઈ વશીકરણ કરે છે કે અન્ય કોઈ રીતથી લોકોને લૂંટે છે તે માટે ડેમો કરાવ્યો હતો. જેમાં પોલીસે તેઓને ગાડી લઈને અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા.

નાગા બાવ બનીને છેતરપિંડી કરતા શખ્સો ઝડપાયા


આબેહૂબ નાગા બાવા બનીને લોકોને છેતરતા અને લોકો ધાર્મિક માણસ હોવાનું માની બાવાઓને 200થી લઈ બે ત્રણ ચાર હજાર રૂપિયા પણ આપી દેતા હતા. આવા નકલી બાવાઓની અંધશ્રદ્ધા માં આવી જતા લોકો જાણ્યા સમજ્યા વગર જ રૂપિયા કે દાગીના આપી દેતા હોવાનું સામે આવ્યું હતું.

લોકો આસાનીથી પોતાની પાસેની મત્તા આપી દેતા ટોળકીને વધુ ગુના આચરવાનો વિચાર આવ્યો પણ તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગઈ. ત્યારે લોકોએ આવા અજાણ્યા માણસોથી દુરી રાખવી જરૂરી બન્યું છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Breaking News, Gujarati news, અમદાવાદ ક્રાઇમ, ઠગાઇ