અમદાવાદ: પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખોલવા ચેરિટી કમિશ્નરે કર્યો હુકમ, ટ્રસ્ટીઓ હજી મંદિર ખોલવા તૈયાર નથી

અમદાવાદ: પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખોલવા ચેરિટી કમિશ્નરે કર્યો હુકમ, ટ્રસ્ટીઓ હજી મંદિર ખોલવા તૈયાર નથી
ફાઈલ તસવીર

કેમ્પ હનુમાન અમદાવાદનું પ્રસિદ્ધ મંદિર છે. આઠ મહિના થવા આવ્યા હજી સુધી કોરોના કાળમાં મંદિરના દરવાજા ખુલ્યા નથી.

  • Share this:
અમદાવાદઃ કેમ્પ હનુમાન અમદાવાદનું (Ahmedabad Camp Hanuman temple) પ્રસિદ્ધ મંદિર છે. આઠ મહિના થવા આવ્યા હજી સુધી કોરોના (coronavirus) કાળમાં મંદિરના દરવાજા ખુલ્યા નથી. ચેરિટી કમિશનર સમક્ષ કેટલાક ભક્તોએ કરેલી અરજી બાદ રાજ્યના ઘણા એવા મંદિરો ખુલી ચુક્યા છે ત્યારે આ મંદિર પણ ખોલવામાં આવે તેવો હુકમ ચેરિટી કમિશનર (Charity Commissioner) કર્યો છે. સાથે જ  કેન્ટોનમેન્ટ બોર્ડે (Cantonment Board) પણ તેની મંજૂરી આપી દીધી છે. પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ (Trustee of the temple) હજુ સુધી મંદિર ખોલવા તૈયાર નથી. તેને લઈને અનેક ભક્તો માં રોષ જોવા મળી રહ્યો છે..

પ્રમુખ ટ્રસ્ટી પાર્થિવ અઘ્યારુનું કહેવું છે કે અમને આ મંદીર આર્મી વિસ્તાર હોઈ આર્મી કમાન્ડર તરફથી હજુ સુધી પરમિશન મળી નથી.બાકી અમે તમામ કોરોના ગાઈડલાઈન (guidelines) સાથે મંદિરને ઓપરેટ કરવા તૈયાર છીએ.



ચેરિટી કમિશનરે આપેલા આદેશને અમે આર્મી કમાન્ડરને મોકલી આપ્યો છે. અને તેમના થકી હકારાત્મક પ્રતિસાદ મળશે તો મંદિર અમે ખુલ્લું મુકીશું.. એટલે જો મંદિરના પ્રમુખ ટ્રસ્ટી ની વાત માનીએ તો આર્મી કમાન્ડર ની પરમિશન બાકી હોઈ હજુ સુધી ભક્તો દાદાના દર્શન થી દુર છે.

આ પણ વાંચોઃ-દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

આર્મીને બીક છે કે લોકો મંદિરે આવશે તો આર્મીના જવાનોમાં પણ કોરોના નો ચેપ લાગી શકે છે. આખરે આર્મી કમાન્ડર તરફથી મંજૂરી મળશે અને મળે તો ક્યારે મળશે તે હાલ મોટો સવાલ છે.. અને ત્યારબાદ જ ટ્રસ્ટીઓ મંદિર ખોલવાના મૂડમાં જણાય છે. પરિણામે ભક્તોએ હજુ પણ આર્મી કમાન્ડોના આદેશની રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ-ડોક્ટરોની ગંભીર બેદરકારી! ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત, અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા સમયે રાખમાંથી મળી કાતર

ઉલ્લેખનીય છે કે આજે ગુરુવારે રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1120 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1038 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીઓના મોત થયા છે.

આ પણ વાંચોઃ-આણંદ: મોતનો મલાજો સાચવતા અલ્પાબેન! બિનવારસી લાશોની 'દીકરી' બની સન્માન સાથે કરે છે અંતિમવિધિ

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3785 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 183 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,84,964 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,321 છે. આજે રાજ્યમાં કુલ 54,624 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.29 ટકા છે.



આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 183, અમદાવાદમાં 199, વડોદરામાં 125, રાજકોટમાં 126, મહેસાણામાં 72, ગાંધીનગરમાં 66, બનાસકાંઠામાં 43, પાટણમાં 38 સહિત કુલ 1120 કેસ નોંધાયા છે.
Published by:ankit patel
First published:November 12, 2020, 22:16 pm

टॉप स्टोरीज