Home /News /madhya-gujarat /

જેલભરો આંદોલન સફળ થશે તો પાટીદારો માટે રાજ્ય સરકારનો પ્લાન "B"

જેલભરો આંદોલન સફળ થશે તો પાટીદારો માટે રાજ્ય સરકારનો પ્લાન "B"

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રૂપ એ રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરવા એક કોર ગ્રુપની રચના કરી છે. જેની સાથે રાજ્ય સરકાર દ્વારા નીતિન પટેલના વડપણ હેઠળ બનાવાયેલી મંત્રીઓની સમિતિની એક વિશેષ બેઠક આગામી સોમવારે યોજાશે. આ મહત્વની બેઠક સોમવારે બપોરે બે વાગ્યે યોજાશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ  અને સરદાર પટેલ ગ્રૂપ એ રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરવા એક કોર ગ્રુપની રચના કરી છે. જેની સાથે રાજ્ય સરકાર દ્વારા નીતિન પટેલના વડપણ હેઠળ બનાવાયેલી મંત્રીઓની સમિતિની એક વિશેષ બેઠક આગામી સોમવારે યોજાશે.  આ મહત્વની બેઠક સોમવારે બપોરે બે વાગ્યે યોજાશે.

જોકે આ બેઠક પહેલા આવતીકાલે યોજાનાર જેલ ભરો આંદોલનની અસર કેવી રહે છે તે બાબત સમાધાન માટે નિર્ણાયક બનશે. બીજી તરફ અનામતનો લાભ મેળવવા માટે છેલ્લા કેટલાય મહિના થી મેદાને ઉતરેલા પાટીદારોને એસસીબી એટલેકે સ્પેશિયલ બેકવર્ડ ક્લાસમાં સમાવવામાં આવે એવી શક્યતા છે. આગામી ત્રણેક દિવસમાં સરકાર તેની જાહેરાત કરી શકે છે એવી ચર્ચાએ પાટીદારોમાં જોર પકડ્યું છે.

નિતિન પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા, શંકર ચૌધરી જેવા મંત્રીઓની બનેલી સમિતિ પાટીદારો સાથે વાટાઘાટો કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી રહી છે. એસપીજી અને પાસના મુદ્દાઓ પર અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીએ ગત સોમવારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સાથે બેઠક યોજીને કેવી અને કેટલી માંગણીઓ સંદર્ભે શું કાર્યવાહી થઇ શકે છે તેની વિસ્તૃત ચર્ચા કરી છે.

પાસ અને એસપીજી ની કઇ છે માંગણી ઓ -

1- હાર્દિક પટેલ  સહિતના યુવાનોને જેલમાંથી બહાર લાવવા
2-  પાટીદાર સમાજને અનામત આપવી.
 રાજ્ય સરકારનુ શું રહી શકે છે વલણ-

રાજ્ય સરકારે  પ્લાન-એ અને બી રાખ્યા છે તૈયાર

પ્લાન એ-  હાર્દિક પટેલ સહિતના યુવાઓને જેલમાંથી છોડાવવા પોલીસ તરફથી હકારાત્મક પ્રતિભાવ અપાય,  હાર્દિક પટેલ અને લાલજી પટેલને સમજાવવા અન્ય પાટીદાર આગેવાનો તૈયાર કરાય.
પ્લાન બી-  પાટીદારો અનામતનો આગ્રહ યથાવત રાખે અને જેલભરો આંદોલન સફળ થાય તો   હરિયાણાની જેમ પાટીદારોને અનામત આપવાની દિશામાં પણ સરકારની તૈયારી
First published:

Tags: અનામત આદોલન, પાટીદાર આંદોલન, પ્લાન, રાજ્ય સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन