બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હવે 12 પાસ ઉમેદવારો નહીં આપી શકે

News18 Gujarati
Updated: October 12, 2019, 4:38 PM IST
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હવે 12 પાસ ઉમેદવારો નહીં આપી શકે
શૈક્ષણિક લાયકાતમાં સુધારો થતા લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવો ઘાટ સર્જાયો

શૈક્ષણિક લાયકાતમાં સુધારો થતા લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવો ઘાટ સર્જાયો

  • Share this:
ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 20મી ઑક્ટોબરે યોજાનાર પરીક્ષા શુક્રવારે રાત્રે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અચાનક પરીક્ષા રદ કરતા એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ગુસ્સે હતા અને મુંઝવણમાં હતા. તેવા સમયે વધુ એક અજીબ નિર્ણય કરાતા વિદ્યાર્થીઓ વધારે મુંઝાયા છે.

પરીક્ષા રદ કરવા પાછળ નવો ખુલાસો કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. હવે આ પરીક્ષા 12 પાસ હશે તે ઉમેદવાર આપી શકશે નહીં. હવે આ પરીક્ષા ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો - બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ

રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જોકે હવે શૈક્ષણિક લાયકાતમાં સુધારો થતા લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવો ઘાટ સર્જાયો છે. 12 પાસ હોય તેવા લાખો વિદ્યાર્થીઓ હવે પરીક્ષાથી વંચિત રહી જશે. આ પરીક્ષાની જાહેરાત બહાર પડ્યાને એક વર્ષ થઇ ગયું છે અને હવે સરકારના નિયમના બદલાવની સંભાવનાથી ઉમેદવારોને અનિશ્ચિતતા સતાવી શકે છે કે તેઓ અરજી કર્યાં બાદ પણ ભરતીને લાયક રહેશે કે નહીં.

આ પણ વાંચો - પરીક્ષા ન લેવાતા રોષ : કોઇએ નોકરી છોડી તો કોઇએ પોતાની સગાઈ પાછળ ઠેલવી

આ અગાઉ પણ બે વાર અલગ અલગ કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હતી. રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારોમાંથી સૌથી વધુ 1.50 લાખ ઉમેદવારો અમદાવાદમાંથી પરીક્ષા આપવાના હતા. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી 1 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर