Plasticના ઉપયોગ પર વેપારીઓ દંડાય, AMC પ્રતિબંધનો અમલ કરવા મક્કમ  

News18 Gujarati
Updated: September 5, 2019, 8:18 PM IST
Plasticના ઉપયોગ પર વેપારીઓ દંડાય, AMC પ્રતિબંધનો અમલ કરવા મક્કમ  
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

“દંડની રકમ સામાન્ય સભામાં મંજૂર કરેલી છે તે મુજબ જ લેવાય છે અને પ્લાસ્ટિક મુદ્દે વિવિધ વેપારીઓ સાથે સેમિનાર અને વર્કશોપ કરેલા છે," વિજય નહેરા

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક (એક જ વખત વપરાતા પ્લાસ્ટિક)ના વપરાશ પર બીજી ઑક્ટોબરથી મૂકવામાં આવશે તેમ જાહેરાત કરી છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્લાસ્ટિક મુદ્દે નિયમોનો અમલ કરવા માટે મક્કમ છે. આ સમયે અમદાવાદના વેપારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્લાસ્ટિકના વપરાશ મામલે પ્રવર્તતી વિસંગતતાઓ મામલે રજૂઆત કરી છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે વસુલવામાં આવતા દંડ મામલે ગુજરાતના ચેમ્બર ઓફ કોમર્સે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માંગી સ્પષ્ટતા માંગી છે.

વાત એમ છે કે, શહેરના ખાણી-પીણી તથા હોટેલ રેસ્ટોરાં પાસેથી પ્લાસ્ટિકના વપરાશ બાબતે લેવાતા દંડ મુદ્દે વિવાદ સર્જાયો છે. ચેમ્બર ઓફ કોમર્સે કમિશનરને લખેલા પત્રમાં ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.

તેમણે આરોપ કર્યો છે કે, મ્યુનિ.અધિકારીઓ મનફાવે તેમ દંડ વસૂલે છે ઉપરાંત સિંગલ યૂઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ બીજી ઑકટોબરથી લાગુ થવાનો છે અને આ અંગેનો કોઈ કાયદો પણ નથી છતાં 51 માઈક્રોનથી વધુ જાડાઈવાળી પ્લાસ્ટિક બેગ વાપરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલાય છે.

દંડની રકમના ધારાધોરણ પણ નક્કી નથી ઉપરાંત જે અધિકારીઓ દંડ વસૂલે છે તેમની પાસે જ કયુ પ્લાસ્ટિક વાપરવું અને કયુ ન વાપરવું તેની પણ કોઈ સ્પષ્ટતા કે જાણકારી નથી.

એક જ પ્રકારના પ્લાસ્ટિક રેસ્ટોરાંને વાપરવા પ્રતિબંધ મૂકયો છે તેને બેકરી ઉદ્યોગ માટે મંજૂરી આપવામાં આવે છે. મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક કોઈ પણ જાડાઈવાળું હોય સંપૂર્ણ બેન છે. વેપારીઓની કોઈ ગેરસમજ હશે તો તેમની સાથે મિટિંગ કરીને દૂર કરવામાં આવશે.25 પ્રશ્નોના વેપારીઓએ જવાબ માંગ્યા
વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને મીઠાઈ, ફરસાણ, બેકરી અને રેસ્ટોરન્ટના અંગે કુલ 25 પ્રશ્નો જણાવીને સ્પષ્‌ટતા માંગી છે.

વિજય નહેરા શું કહે છે ? 

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “દંડની રકમ સામાન્ય સભામાં મંજૂર કરેલી છે તે મુજબ જ લેવાય છે અને પ્લાસ્ટિક મુદ્દે વિવિધ વેપારીઓ સાથે સેમિનાર અને વર્કશોપ કરેલા છે. હજુ જો ગેરસમજ હોય, તો આગામી સમયમાં વેપારીઓ સાથે મળીને સેમિનાર કરવામાં આવશે. તેમને સમજણ આપવામાં આવશે. કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે,”.

 
First published: September 5, 2019, 8:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading