મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ કમિશ્નર જ રહેશે: રાજ્ય સરકારનો નિર્ણય

News18 Gujarati
Updated: August 29, 2018, 7:43 PM IST
મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ કમિશ્નર જ રહેશે: રાજ્ય સરકારનો નિર્ણય
રૂપાણીએ રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરોને નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો

રૂપાણીએ રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરોને નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો

  • Share this:
રાજયના આઠ મહાનગરોમાં સ્થાનિક સત્તામંડળોના અધ્યક્ષ તરીકે હવે જે-તે શહેરના કમિશ્નરો જ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરોને નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે. હાલ બહુધા સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે.

જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરો મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય જનહિતલક્ષી કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તેવા ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર હવેથી અમદાવાદ (ઔડા), વડોદરા (વુડા), સુરત (સુડા), રાજકોટ (રૂડા), જામનગર (જાડા), ભાવનગર (બાડા), જૂનાગઢ (જૂડા) અને ગાંધીનગર (ગુડા)ના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો કાર્ય કરશે.

રાજ્યમાં શહેરી વિકાસ સંબંધિત કામગીરીમાં શહેરી વિકાસ વિભાગ અને શહેરી મ્યુનિસિપલ સત્તાતંત્રના વડા કમિશનરો વચ્ચે સાતત્ય, સંકલન જળવાઇ રહે અને વિકાસલક્ષી કામો તથા શહેરી સુખાકારીમાં વધુ ત્વરિતતા અને ગતિ લાવવાના હેતુથી મુખ્યમંત્રીએ શહેરી વિકાસ સત્તામંડળોમાં અધ્યક્ષ તરીકે હવે મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંકો કરવાનો આ નિર્ણય કર્યો છે.

જાણકાર સૂત્રો અનુસાર, અગાઉ શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ તરીકે રાજકીય નિમણૂકો પણ થતી હતા પણ છેલ્લા થોડા વર્ષોમાં એ બંધ કરવામાં આવી છે.
First published: August 29, 2018, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading