અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા

અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદી એકટીવા પરથી પડી જતા તેમને હાથના અને માથાને ભાગે સામાન્ય ઈજા થઈ

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે ધીમે ધીમે ગુનાખોરીનો દોર શરૂ થઈ ગયો હતો તેમ લાગી રહ્યું છે. નજીવી બાબતમાં મારા મારી, હત્યા, ચોરી અને ચેન સ્નેચિંગના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં એક મહિલા લોકરક્ષકની સોનાની ચેઇન ખેંચી બે ઈસમો ફરાર થઈ ગયા છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક એકટીવા લઈને સવારે આઠ વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેક્ષ્ટાઈલ પાસેથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર બે શખ્શો તેમની નજીક આવ્યા હતા અને સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઈ ગયા હતા. ફરિયાદી એકટીવા પરથી પડી જતા તેમને હાથના અને માથાને ભાગે સામાન્ય ઈજા પણ થઈ હતી.આ પણ વાંચો - અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ 8 લોકોનાં મોતનું મુખ્ય કારણ ફિંગરપ્રિન્ટ લોક?

ચેઇન સ્નેચરમાંથી એક આરોપીએ માસ્ક પહેર્યું હતું જ્યારે પાછળ બેઠેલ શખ્સે માસ્ક પહેર્યું ન હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા રખિયાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વની બાબત તો એ છે કે શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક હજુ પણ યથાવત છે. અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે એક મહિલા કોન્સ્ટેબલ જો આ પ્રકારના ગુના નો ભોગ બને તો આમ પ્રજાની સલામતીની શું. તે પણ એક સવાલ ઉભો થાય છે.
Published by:Ashish Goyal
First published:August 06, 2020, 22:24 pm

ટૉપ ન્યૂઝ