Home /News /madhya-gujarat /

અમદાવાદ કલેક્ટર કચેરીના પટાવાળા અને બે શખ્સોએ ભેગા મળીને કર્યું એવું કારસ્તાન કે પોલીસ ફરિયાદ

અમદાવાદ કલેક્ટર કચેરીના પટાવાળા અને બે શખ્સોએ ભેગા મળીને કર્યું એવું કારસ્તાન કે પોલીસ ફરિયાદ

રાણીપ પોલીસ સ્ટેશન

Ahmedabad Crime News: બે શખ્સોએ ભેગા મળીને સર્ટિફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ (Certificate for Aadhaar enrollment) અપડેટ ફોર્મમાં કલેકટર કચેરી ડીસી બ્રાંચમાંથી (Collectorate Deesa Branch) એડીશનલ ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટનો રાઉન્ડ શીલ મારી તેની પર જીલ્લા કલેકટર સંદિપ સાંગલેની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજી બનાવ્યા હતા.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદ કલેકટર કચેરીના (Ahmedabad Collectorate) પટ્ટાવાળા સહિત બે શખ્સોએ ભેગા મળીને સર્ટિફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ (Certificate for Aadhaar enrollment) અપડેટ ફોર્મમાં કલેકટર કચેરી ડીસી બ્રાંચમાંથી એડીશનલ ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટનો રાઉન્ડ શીલ મારી તેની પર જીલ્લા કલેકટર સંદિપ સાંગલેની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજી બનાવ્યા હતા. બાદમાં બન્ને શખ્સોએ આ ડોક્યુમેન્ટ સુભાષબ્રિજ ખાતે આધારકાર્ડ સેન્ટરમાં રજૂ કરતા સમગ્ર કૌભાંડનો પદાફાર્શ થયો હતો. આ અંગે સાબરમતી મામલતદારે રાણીપ પોલીસ સ્ટેશનમાં કલેકટર કચેરીના પટ્ટાવાળા સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ગાંધીનગરમાં રહેતા વસંતકુવરબા પરમાર સાબરમતી મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે સુભાષબ્રીજ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેમની પાસે વધારાનો ચાર્જ ઈન્ચાર્જ મામલતદાર એલીયન રીકવરી, તથા વસ્તી ગણતરીનો છે.

મંગળવારે તેઓ ફરજ પર હાજર હતા ત્યારે સવારના સમયે આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટર ઓમીક રમેશભાઈ આકોલીયા પાસે અરૂણ સોલંકી નામનો યુવક એક સર્ટીફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મ રજુ કરેલ હતુ.

જેમાં જશવંતસીંહ એન.ખાનુજા બાપુનગર ખાતે રહેતા હોવાનુ તેમજ તેમના ફોટાની ઉપર એડીશનલ મેજીસ્ટ્રેટનો રાઉન્ડ શીલ લગાવેલ સાથે જ કલેકટરની સહી કરેલી હતી. જેથી આ ડોક્યુમેન્ટ પર ખોટી રીતે સહી કરી હોવાની શંકા થતા તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, મૈત્રી કરાર સાથે રહેતા કહેવાતા પતિએ જ ગળું કાપીને કરી હતી હત્યા

ત્યારે અરૂણ સોંલકી તથા પ્રેમ દિલીપભાઈ ઠાકોર બંન્ને ભેગા મળીને સર્ટીફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મમાં કલેકટર કચેરીની ડીસી બ્રાંચમાંથી એડીશનલ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટનો રાઉન્ડ શીલ સિક્કો ડોક્યુમેન્ટમાં મારી તેની પર જીલ્લા કલેકટર સંદિપ સાંગલેની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજી ઉભા કર્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બ્યુટીપાર્લરમાં એવું તે શું થયું કે યુવતીએ કેનાલ પર જઈને આત્મહત્યા કરી લીધી

આ ઉપરાંત બન્ને શખ્સોએ ખોટા ડોક્યુમેન્ટને સાચા તરીકે ઉપયોગ કરવા સર્ટીફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મ જનસેવા કેન્દ્ર કલેકટર કચેરી સુભાષબ્રીજ ખાતે આધાર કાર્ડ સેન્ટર પર રજુ કર્યા હતા.

આ અંગેની જાણ વસંતકુવરબાને થતા તેમણે રાણીપ પોલીસ સ્ટેશનમાં અરૂણ સોલંકી અને કલેકટર કચેરીમાં પટ્ટાવાળા પ્રેમ ઠાકોરના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર