Home /News /madhya-gujarat /

ગીરનાં સિંહોનાં સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે 100 કરોડ મંજૂર કર્યા: વનમંત્રી

ગીરનાં સિંહોનાં સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે 100 કરોડ મંજૂર કર્યા: વનમંત્રી

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ.૩૫૧ કરોડનું પેકેજ મંજુર કરવામાં આવ્યુ છે

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ.૩૫૧ કરોડનું પેકેજ મંજુર કરવામાં આવ્યુ છે

  ગુજરાતનાં વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે સિંહ સંરક્ષણ માટે 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને રાજ્ય સરકારે પણ સિંહ સંરક્ષણ માટેની વિવિધ પ્રવૃતિઓ માટે 351 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે”.

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાસણ-ગીરની મુલાકાત લીધી હતી અને સિંહ દર્શન પણ કર્યા હતા.

  2015માં ગીરમાં સિંહની વસ્તી ૫૨૩ નોંધાયેલી છે અને ત્યાર પછી પણ સિંહની વસ્તી વધી રહી છે અને ગુજરાતની શાન સમા સિંહને નિહાળવા એક લ્હાવો છે. રાષ્ટ્રપતિએ સિંહ અને હરણ સહિતના વન્ય પ્રાણીઓને જંગલમાં મુક્ત રીતે નિહાળ્યા હતા. મુલાકાત દરમિયાન તેઓએ સિંઓને તંદુરસ્ત સ્થિતિમાં જોયા છે અને સ્થાનિક લોકો સાથે સિંહોનો સહઅસ્તિત્વ અને સિંહ સંરક્ષણનું મેનેજમેન્ટ અંગે માહિતી મેળવી હતી.

  ગીરમાં પીવાના પાણી માટે પવન ચક્કીનો ઉપયોગ, વનસ્પતિ અને વન્યજીવની દેખભાળ કઇ રીતે થાય છે તે અંગેની વિગતોમાં ઉંડો રસ દાખવ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સીદી સમુદાય અને માલધારીઓ દ્વારા ગીરની સંસ્કૃતિ રજુ કરતી કૃતિઓ દુહા-છંદ અને ધમાલ નૃત્ય નિહાળી આ સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિએ સીદી અને માલધારીઓના બાળકોને શિક્ષણ આપવા અને વાલી તરીકે પણ આ અંગે જાગૃત રહેવા જણાવ્યુ હતુ.

  સાસણમાં સીદી કલાકારોનું રાષ્ટ્રપતિ સમક્ષ જબરદસ્ત ધમાલનૃત્ય, જુઓ તસવીરો

  ગણપત વસાવાએ વધુમા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ.૩૫૧ કરોડનું પેકેજ મંજુર કરવામાં આવ્યુ છે અને ભારત સરકાર દ્વારા પણ સિંહોના સંરક્ષણને લગતી વિવિધ કામગીરી માટે રૂ.૧૦૦ કરોડનું ફંડ મંજુર કરવામાં આવેલી છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Conservation, Gir Forests, Gir Lions, Wildlife

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन