CAMPA ફંડ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ.૧૫૦૦ કરોડ ફાળવાયાં

News18 Gujarati
Updated: August 28, 2019, 7:11 PM IST
CAMPA ફંડ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ.૧૫૦૦ કરોડ ફાળવાયાં
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે ૧૦ કરોડ વૃક્ષોના વાવેતર માટેનો સંકલ્પ કર્યો હતો તે પૈકી ૬.૫ કરોડ રોપાઓનું વાવેતર થઇ ગયું છે. બાકીના રોપાનું વાવેતર આગામી સમયમાં પૂર્ણ કરાશે.  રાજ્યમાં જંગલની જમીનની અન્ય પ્રજાકીય જરૂરી હેતુઓ માટે ફાળવણી સામે વળતર વનીકરણની કેન્દ્ર સરકારના કેમ્પા (Compensatory Afforestation Fund Management and Planning Authority (Campa) ફંડમાં જમા કરાવવાની હોય છે એ રકમ કેન્દ્ર સરકાર દ્વારા નિયમોનુસાર વિવિધ રાજ્યોને ૯૦ % લેખે પરત કરવાની હોય છે. ગુજરાત સરકારે પોતાની જમા થયેલી રકમ પૈકીના રૂ.૧૫૦૦ કરોડ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ફાળવી દીધા છે,”.

આ રકમનો ચેક આવતીકાલે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે રાજ્યના વન મંત્રી ગણપતસિંહ વસાવા સ્વીકારશે.

પટેલે ઉમેર્યુ, વર્ષ ૨૦૦૯-૧૦ થી ગુજરાત સરકારની રૂ.૨૨૯૧.૨૧ કરોડની રકમ કેમ્પા ફંડમાં જમા થઇ હતી તે પૈકી તબક્કાવાર ગુજરાતને અત્યાર સુધી રૂ.૫૫૭.૪૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે. કુલ રકમના ૯૦ % લેખે રાજ્ય સરકારને ફાળવવાના થતાં નાણા પૈકી આ રૂ.૧૫૦૦ કરોડ એક સાથે ફાળવવામાં આવ્યાં છે. જેના દ્વારા રાજ્યને હરીયાળુ બનાવવા તથા વનરાજી બનાવવા માટેના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાશે,”.

તેમણે ઉમેર્યુ કે, આ કેમ્પા ફંડમાંથી આગામી સમયમાં વળતર વનીકરણ, સાંસ્કૃતિક વન ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો મોડલ પ્લોટ, બોડા ડુંગરને હરીયાળા બનાવવાના કામો, મોટા રોપાઓ તૈયાર કરવા માટે નર્સરી અને શહેરી વનીકરણ, વાંસના વાવેતર, સોલાર પંપ, ભારત વન, બીજ ઉત્પાદન વિસ્તાર વધારવા, આરોગ્ય વન માટેના કામો હાથ ધરાશે ઉપરાંત આદિવાસી વિસ્તારમાં રોજગારનું પ્રમાણ વધે તે માટે પણ વિવિધ પ્રોજેક્ટો અમલમાં મુકાશે,”.

“આ ઉપરાંત વન્ય પ્રાણીના સંરક્ષણ અને રહેણાંક વિસ્તારના કામો હાથ ધરાશે. રાજ્યના એશિયાટિક સિંહોના રક્ષણ માટે વન વિસ્તારના સિંહોની અવર-જવર માટે જે કુવાઓ છે તેની ફરતે દિવાલો બનાવવામાં આવશે. ખેડૂતોના જે ખુલ્લા કુવાઓ છે તે પૈકી ૩૬૦૦૦ કુવાઓમાં સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવી છે અને ૬ હજાર બાકી છે. તે આગામી સમયમાં પૂર્ણ કરી દેવાશે. વૃક્ષોના જતન માટે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસો થઇ રહ્યાં છે ત્યારે રાજ્યના સૌ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ યથા યોગ્ય સહયોગ આપે તે જરૂરી છે,” નીતિન પટેલે ઉમેર્યુ હતું.

વન મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા થયેલા સર્વે મુજબ દક્ષિણ ગુજરાતમાં ૪૫૦ ચો.કિ.મી. જેટલો વન વિસ્તાર છે તેમાં પણ વધારો થયો છે તે જ રીતે વન વિસ્તાર બહાર સામાજીક વનીકરણ વિસ્તાર યોજના હેઠળ અગાઉ વૃક્ષોની સંખ્યા ૨૩ કરોડ હતી તે વધીને હાલ ૩૩ કરોડથી વધુ થઇ જવા પામી છે.
First published: August 28, 2019, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading