ઉત્તરાખંડમાં 10મી મેએ લેવાશે વિશ્વાસનો મત, બળવાખોર ધારાસભ્યો આઉટ

Haresh Suthar | Pradesh18
Updated: May 6, 2016, 3:19 PM IST
ઉત્તરાખંડમાં 10મી મેએ લેવાશે વિશ્વાસનો મત, બળવાખોર ધારાસભ્યો આઉટ
#ઉત્તરાખંડના રાજકીય વિવાદમાં આજે વધુ એક ટર્ન આવ્યો છે. રાષ્ટ્રપતિ શાસનને લઇને શરૂ થયેલો હવે અંતિમ તબક્કામાં જતો દેખાઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે વિશ્વાસનો મત લેવાની તરફેણ કરતાં આગામી 10મી મેના રોજ વિશ્વાસનો મત લેવાશે.

  • Pradesh18
  • Last Updated: May 6, 2016, 3:19 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરાખંડના રાજકીય વિવાદમાં આજે વધુ એક ટર્ન આવ્યો છે. રાષ્ટ્રપતિ શાસનને લઇને શરૂ થયેલો હવે અંતિમ તબક્કામાં જતો દેખાઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે વિશ્વાસનો મત લેવાની તરફેણ કરતાં આગામી 10મી મેના રોજ વિશ્વાસનો મત લેવાશે.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું છે કે, તે ઉત્તરાખંડ વિધાનસભામાં શકિત પરીક્ષણ માટે તૈયાર છે. એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ શુક્રવારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં રજુ કર્યો હતો.

ઉત્તરાખંડ વિધાનસભામાં આગામી 10મી એ સુપ્રિમ કોર્ટની રાહબરીમાં વિશ્વાસનો મત લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રસ્તાવના સમર્થક એક બાજુ બેસશે અને વિરોધી બીજી બાજુ બેસશે. મંગળવારે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ શાસન નહીં રહે. કોર્ટે ડીજીપી અને મુખ્ય સચિવને કહ્યું કે, તે ધારાસભ્યોની સુરક્ષાની પુરી જવાબદારી લે.

સુનાવણી દરમિયાન જસ્ટીશ દિપક મિશ્રાએ કહ્યું કે, અયોગ્ય ધારાસભ્યોનો મામલો અમારો વિષય નથી. એવામાં કોર્ટના વલણથી એ સ્પષ્ટ થયું છે કે, વિધાનસભામાં શક્તિ પરિક્ષણ દરમિયાન કોંગ્રેસના 9 બળવાખોત ધારાસભ્યો ભાગ નહીં લઇ શકે.
First published: May 6, 2016, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading