અમિત શાહનું ગુજરાતના પ્રવાસે, કહ્યુંઃ રથયાત્રાની મંગળા આરતી કરવા આવ્યો છું

News18 Gujarati
Updated: July 3, 2019, 10:29 PM IST
અમિત શાહનું ગુજરાતના પ્રવાસે, કહ્યુંઃ રથયાત્રાની મંગળા આરતી કરવા આવ્યો છું
અમદાવાદ એરપોર્ટ ઉપર અમિત શાહ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મહેમાન બનવા જઇ રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મહેમાન બનવા બન્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ અમદાવાદ આવ્યા છે. અમિત શાહના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સર્કલ સુધી સાંસ્કૃતિ કાર્યક્રમો દ્વારા અમિત શાહનું આવકારવામાં આવ્યાહતા. અમિત શાહના સ્વાગત માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી અમિત શાહ સીધા ઇન્કમટેક્ષ ફ્લાયઓવરના લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે બ્રીજનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું.

ત્યારબાદ અમિત શાહ  નારાણપુરા ખાતના ડી.કે.પટેલ કોમ્પ્યુનીટી હોલનું પણ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ મળવાનો મોકો મળ્યો નથી. રથયાત્રામાં મંગળા આરતી કરવા માટે આવ્યો છું . આજે બહુ લાંબા સમય પછી પશ્ચિમ અમદાવાદના લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરવા બ્રિજનું લોકાર્પણ કર્યું.હું તો 13 વર્ષની ઉંમરથી ગૃહમંત્રી બન્યો ત્યાં સુધી આ રોડ પરથી નીકળ્યો છું.મારા લગ્ન પણ આ ડી. કે. પટેલ હોલમાં જ થયા હતા.નારણપુરાનો ધારાસભ્ય હતો ત્યારે ભૂમિપૂજન, આજે મારી ઉપસ્થિતિમાં લોકાર્પણ પણ થયું તે આનંદની વાત છે.ભારત સરકારે મેટ્રો માટે ગુજરાત સરકારને 4100 કરોડ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે અનેક વિકાસના કાર્યો કર્યા અને કરોડો રૂપિયા ફાળવ્યા છે.ભાજપા અને મારા તરફથી કાર્યકર્તા અને મતદારોનો આભાર માનું છું.

ગાંધીનગર લોકસભના લોકસભાના વિસ્તારના બુધલેવલના કાર્યકર્તાઓનું વિશેષ સંબોધન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહ તમામ કાર્યકર્તાઓનું સંબોધન કરશે.
First published: July 3, 2019, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading