કેન્દ્ર સરકાર દ્વારા એમ.સી.આઈ.ને વિખેરી એન.એમ.સી. બનાવવાના ફિરાકમાં

News18 Gujarati
Updated: March 9, 2018, 9:04 PM IST
કેન્દ્ર સરકાર દ્વારા એમ.સી.આઈ.ને વિખેરી એન.એમ.સી. બનાવવાના ફિરાકમાં
18મી માર્ચના રોજ  તમામ ડોક્ટર્સ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થશે અને પકોડા તળી પોતાનો એન.એમ.સી. વિરુદ્ધ દેખાવો  કરશે...

18મી માર્ચના રોજ  તમામ ડોક્ટર્સ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થશે અને પકોડા તળી પોતાનો એન.એમ.સી. વિરુદ્ધ દેખાવો  કરશે...

  • Share this:
કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ કાઉંસીનલ ઓફ ઇન્ડિયાને વિખેરીને નેશનલ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા  બનાવવાની વેતરણ થઇ રહી છે ત્યારે ડોક્ટરી આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. કેન્દ્રના એન.એમ.સી.  બિલનો વિરોધ કરવા માટે ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા મિટિંગનો દોર શરુ કરવામાં આવ્યો છે. તેવામાં હવે સોશીયલ  મીડિયા પર ફિલ્મ બનાવી વિરોધ કર્યા બાદ હવે ડોક્ટર્સ મેડિકલ કોલેજોમાં ફરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સંગઠિત
થવા આહવાન કરી રહ્યા છે. અને જણાવી રહયા છે કે જો એન.એમ.સી. વિરુદ્ધ લડવું હોય તો એકતા કરવી પડશે અને  એક જૂથ થઇ વિરોધ કરવો પડશે, અને 18મી ફેબ્રુઆરીના દિવસે અમદાવાદના ડોક્ટર્સ દ્વારા અનોખી રીતે એન.એમ.સી.  બિલનો વિરોધ કરવામાં આવશે.

રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં આજકાલ માત્ર એક ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ  નેશનલ મીડીકલ કાઉન્સિલ બિલની શું અસર થઇ શકે છે. સરકાર દ્વારા એમ.સી.આઈ. ની જગ્યા પર હવે એન.એમ.સી.

બોડી બનાવવાનો નિર્ણય ડોક્ટર્સના ભવિષ્ય પર કેટલો અસર કરી શકે છે. તેની વિવિધ અટકળો થઇ રહી છે. ત્યારે  અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે.

તેવામાં હવે સોશીયલ મીડિયા પર ફિલ્મ બનાવી વિરોધ કર્યા બાદ હવે ડોક્ટર્સ મેડિકલ કોલેજોમાં ફરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ને સંઘઠિત થવા આહવાન કરી રહ્યા છે. અને જણાવી રહયા છે કે જો એન.એમ.સી. વિરુદ્ધ લડવું હોય તો એકતા કરવી પડશે અને એક જૂથ થઇ વિરોધ કરવો પડશે। કારણકે એન.એમ.સી. ની જોગવાઇમાં બ્રીઝ કોર્સના માધ્યમ થી હવે અન્ય શાખા આયુર્વેદ હોય કે હોમિયોપેથી ના લોકો પણ હવે માત્ર 9 મહિનાનો કોર્સ કરી ડોક્ટર્સ બની જશે ત્યારે  એમ.બી.બી.એસ. ડોક્ટર્સના ભવિષ્ય પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

અત્યારે ત્રણ એક મેડિકલ કોલેજીસમાં ફર્યો છું અને ઓલઅવર ગુજરાતની જેટલી પણ મેડિકલ કોલેજ છે ત્યાં આવનાર  દિવસોમાં ફરીશું. એન.એમ.સી. ની ખિલાફ જંગ જીતવો હશે તો બધા ડોક્ટર્સે યુનાઇટ થવું પડશે એકલા હાથે કશુંજનહિ થાય ગુજરાત ના તમામ ડોક્ટર્સને એક મંચ પર આવવું પડશે.

અમદાવાદની વિવિધ મેડિકલ કોલેજમાં હવે ખાનગી મિટિંગ બાદ નક્કી કરવામાં આવ્યું છે કે 18મી માર્ચના રોજ  તમામ ડોક્ટર્સ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થશે અને પકોડા તળી પોતાનો એન.એમ.સી. વિરુદ્ધ દેખાવો  કરશે. તે પહેલા વિદ્યાર્થીઓની જાગૃતિ માટે મિટિંગો બાદ હવે જાહેર જનતાને ખબર પડે તે હેતુ થી પોસ્ટર પણ  શહેરભરમાં અને મેડિકલ કોલેજીસ અને હોસ્પિટલ્સમાં લગાવવામાં આવશે.

એમ.બી.બી.એસ ડો.સુનિલ શાહએ જણાવ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલ એલ.જી. હોસ્પિટલ ના મેડિકલ સ્ટુડન્ટ્સ ને મળ્યો તેઓમાં સખત આક્રોશ છે અને બધા 18મી માર્ચે પકોડા તળવાના છીએ એ બાબતે બધા મોટી સંખ્યામાં હાજર રહે એવી શક્યતાઓ છે.

એક તરફ ઇન્ડિયન મેડિકલ એસોશિએશન અને અમદાવાદ મેડિકલ એશોશિએશન દ્વારા દ્વારિકાથી સાયકલ યાત્રા  કાઢવામાં આવી છે જે દેશભરમાં ફરી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ સાયકલ રેલી અને ધરણા થઇ રહ્યા છે ત્યારે
એન.એમ.સી.ના વિરોધમાં જે પ્રકારે ડોક્ટર્સ પકોડા તળવાનું વિચારી રહ્યા છે તેનાથી સરકાર પાછી પાની કરે છે કે  પછી ડોક્ટર્સ ખરેખર પકોડા તળતા રહેવાનો વારો આવે છે.
First published: March 9, 2018, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading