ગુજરાતનો ખેડૂત છે દેણાંમાં ગરકાવ, કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે 43% ખેડૂતો પર છે દેવું

News18 Gujarati
Updated: November 17, 2018, 7:51 AM IST
ગુજરાતનો ખેડૂત છે દેણાંમાં ગરકાવ, કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે 43% ખેડૂતો પર છે દેવું
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે વર્ષ 2017નો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિપોર્ટ જાહેર કર્યો છે, આ રિપોર્ટમાં દેશના તમામ રાજ્ય વિશે વિસ્તારથી ખેતી વિશે જણાવવામાં આવ્યું છે

  • Share this:
છેલ્લા કેટલાક દિવસોથી સતત સમાચર પત્રો અને ન્યૂઝ ચેનલોમાં ખેડૂતોના આપઘાતના સમાચારો આવતા રહે છે, એક તરફ ઓછો વરસાદ અને બીજી બાજુ સરકારની યોગ્ય નીતિને કારણે રાજ્યના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. પાક નિષ્ફળ જવાની બીકે ધરતીપુત્રો આપઘાત કરી રહ્યાં છે, એવામાં કેન્દ્ર સરકારના એક રિપોર્ટનું તારણ પણ એવું કહી રહ્યું છે કે ગુજરાતના ખેડૂતો 43 ટકા દેવામાં ડૂબી ગયા હતા.

કેન્દ્ર સરકારે વર્ષ 2017નો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિપોર્ટ જાહેર કર્યો છે, આ રિપોર્ટમાં દેશના તમામ રાજ્ય વિશે વિસ્તારથી ખેતી વિશે જણાવવામાં આવ્યું છે, પરંતુ આપણે આપણાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 58.72 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 43 ટકા ખેડૂતો ખેતીનો વ્યવસાય કરે છે. એટલે કે રાજ્યમાંમાં 39.31 લાખ લોકો ખેતી કરે છે. આ તમામ ખેડૂતોમાંથી 16.74 લાખ ખેડૂતો પર દેવું છે.કેન્દ્ર સરકારના આ રિપોર્ટનું ખેતી તથા અર્થશાસ્ત્રીઓ વિવિધ રીતે તારણ કાઢી રહ્યાં છે, રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ખેડૂતોએ 54,277 કરોડ રૂપિયાનું દેવું લીધેલું છે. જેમાંથી 20,412 કરોડ રૂપિયા દેવું ટર્મ લોન તરીકે લીધેલું છે. જેમાં ટ્રેક્ટર સહત ખેતીને લગતાં ઓઝાર અને યંત્રો ખરીદવા માટેની લોનનો સમાવેશ થાય છે.
First published: November 16, 2018, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading