જગદીશ પટેલને ટિકિટ આપી કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત ભાજપને આંચકો આપ્યો!

News18 Gujarati
Updated: September 30, 2019, 3:27 PM IST
જગદીશ પટેલને ટિકિટ આપી કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત ભાજપને આંચકો આપ્યો!
જગદીશ પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

વિજય રૂપાણી ઇચ્છતા હતા કે, અમરાઈવાડી બેઠક પરથી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટને મેદાન લડાવવામાં આવે પણ...

  • Share this:
હિતેન્દ્ર બારોટ, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, લુણાવાડા,ખેરાલુ, બાયડ, રાધનપુર અને થરાદ સહિત છ ખાલી પડેલી બેઠકો માટે 21 ઑકોટોબરના રોજ ચૂંટણી યોજવાની જાહેર કરી છે. આ સાથે જ, આ બેઠકો પર પોતાના માણસોને ગોઠવવાની રાજનીતિ ભાજપમાં શરૂ થઇ હતી.

અમરાઈવાડીમાં ભાજપના એક જ જૂથમાં મારા-તારાની લડાઈમાં બીજા જૂથને સીધો ફાયદો થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના એકદમ વિશ્વાસુ મનાતા અમદાવાદ શહેરના પૂર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલને અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જગદીશ પટેલની પસંદગીને કારણે કેન્દ્રીય નેતાઓએ પ્રદેશ ભાજપના નેતાઓને આચંકો આપ્યો છે.

અમરાઈવાડીના ધારાસભ્ય તરીકે હસમુખ પટેલ વર્ષ 2012 અને વર્ષ 2017માં

યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. ભાજપે તેમને ફિલ્મ અભિનેતા પરેશ રાવલના સ્થાને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે ટિકિટ આપી હતી અને તેઓ સાંસદ બન્યા. આથી, અમરાઇવાડી બેઠક ખાલી પડતા, પેટા-ચૂંટણીમાં પાર્ટીના અનેક કાર્યકરો અને નેતાઓને ધારાસભ્ય થવાના કોડ જાગ્યા હતા.

આ બેઠક માટે પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ ,શહેર બીજેપીના મહામંત્રી કમલેશ પટેલ ,રમેશ કાંટાવાલા ,અસિત વોરા ,દિનેશ કુશવાહ ,અમુલ ભટ્ટ, મહેશ કસવાળા ,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલ સહિતના નેતાઓને દાવેદારો માનવામાં આવતા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, જગદીશ પટેલને આ બેઠકના દાવેદાર માનવામાં આવતા નહોતા અને તેમણે ટિકિટ પણ નહોતી માંગી. તેઓ વિરાટનગર વોર્ડમાં રહેછે. તેઓ વર્ષ 2012 માં નિકોલ વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદાર હતા. જોકે, તેમને એ સમયે ટિકિટ મળી ન હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇચ્છતા હતા કે, અમરાઈવાડી બેઠક પરથી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટને મેદાન લડાવવામાં આવે. બીજી તરફ અમદાવાદ શહેર બીજેપી પ્રમુખ જગદીશ પંચાલ ની રમેશ દેસાઈ કે શહેર બીજેપી મહામંત્રી કમલેશ પટેલને લડાવવાની ઈચ્છા હતી. આ સિવાય, રાજય સરકારના એક પ્રધાન તેમના અંગત મનાતા રમેશ કાંટાવાળા કે પરેશ પટેલનેચૂંટણી લડાવવા માંગતા હતા.

મહત્વની વાત તો એ ચે કે, આ ત્રેણય નેતાઓને કેન્દ્રિયગૃહ પ્રધાન અમિત શાહના આશીર્વાદ હોવાનું માનવા માં આવે છે. કેન્દ્રીય પ્રધાનના સમર્થક મનાતા નેતાઓની વચ્ચે અમરાઈવાડી બેઠકના ઉમેદવારની પસંદગીને લઇ ચાલેલી હુંસાતુંસીનો સીધો લાભ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના જૂથને મળ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, આગામી સમયમાં અમદાવાદ શહેર ભાજપની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળશે તેવી શક્યતા છે. અત્યાર સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલું પૂર્વ મુખ્યપ્રધાન આંનદીબેન પટેલનું જૂથ જગદીશ પટેલને ટિકિટ મળતા ગેલ માં આવી ગયું છે.

હું લોકોની સમસ્યાનું નિરાકરણ લાવીશ: જગદીશ પટેલ

ભાજપના અમરાઇવાડી બેઠકના ઉમેદવાર જગદીશ પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગે આઈ કે જાડેજા, કિરીટ સોલંકી, જગદીશ પંચાલ પણ રેલીમાં હાજર રહયા હતા. ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જગદીશ પટેલે જણાવ્યું કે, તેમના વિસ્તારમાં ઔદ્યોગિત વિસ્તારો વધુ છે. આ વિસ્તારના લોકોની સમસ્યા અને કેનાલને લગતી સમસ્યા બાબતે સ્થાનિક લોકો સાથે બેસીને એ સમસ્યાઓનું નિરાકરણ લાવશે. જગદીશ પટેલ હાલ હાલ પાવર ગ્રીડ કોર્પોરેશનમા ડાયરેકટર છે.
First published: September 30, 2019
વધુ વાંચો
अगली ख़बर