Home /News /madhya-gujarat /

કેન્દ્રનું પૂર્ણ બજેટ લઘુમતી સમુદાય માટે નિરાશાજનક, બજેટમાં 10%ની માંગ

કેન્દ્રનું પૂર્ણ બજેટ લઘુમતી સમુદાય માટે નિરાશાજનક, બજેટમાં 10%ની માંગ

શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં વર્ષ 2019-20 માટે પૂર્ણ બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં વર્ષ 2019-20 માટે પૂર્ણ બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ કાલે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં વર્ષ 2019-20 માટે પૂર્ણ બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં લઘુમતી કાર્યમંત્રાલયનું બજેટ ઘટાવી દેવામાં આવ્યું છે. પાછલા વર્ષ 2018-19નું બજેટ 4700 કરોડ હતું. જયારે આ વર્ષ 2019-20 માટે ૪૭૦૦ કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. ગયા વર્ષની તુલનામાં લઘુમતીઓના કલ્યાણ ક્ષેત્રએ રૂ. 2508.78 કરોડ હતા, જે આ વર્ષે 2452.55 કરોડ છે, જે 56.23 કરોડ રૂપિયા ઘટાડ્યું છે.

    સામાજિક સલામતી અને કલ્યાણમાં 494.79 કરોડ હતા, જ્યારે આ વર્ષે 491.56 કરોડ મુકયૂ છે જેમાંપણ 3.23 કરોડની ઘટ છે. જ્યારે કેન્દ્રના કુલ બજેટમાં 133200 કરોડનો વધારો થયો છે. આ બતાવે છે કે સરકારે જ્યાં રકમ વધારવી જોઈએ તેમાં ઘટાડો થયો છે. લઘુમતી બાબતોના મંત્રાલયના બજેટમાં કોઈ વધારો થયો નથી. તે બતાવે છે કે લઘુમતી સમાજ સાથે ભેદભાવ કરે છે. સરકાર લઘુમતી સમાજને વિકાસના માર્ગમાં વિકાસ કરવા માંગતી નથી.

    આ પણ વાંચોઃ-અમદાવાદમાં ખાનગી ધિરાણ પેઢીમાં લૂંટનાં પ્રયાસને કર્મચારીઓ-લોકોએ નિષ્ફળ બનાવ્યો

    લોકસભાની ચૂંટણી જીત્યા પછી વડા પ્રધાને લઘુમતીની શિષ્યવૃત્તિ વિશે મોટી મોટી વાતો કરી હતી. એવું લાગે છે કે “સબ કા સાથ સબ કા વિકાસ સબ કા વિશ્વાસ”નો નારો ફક્ત એક ખોટો વાયદ છે.

    માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (MCC)આ બજેટને ભેદભાવ પૂર્ણ માને છે અને માંગ કરે છે કે જનસંખ્યાના પ્રમાણમાં ઓછામાં ઓછું ૧૦% બજેટ ફાળવવામાં આવે.
    Published by:ankit patel
    First published:

    Tags: Disappointmnet, Full budget, Minority community, Nirmala Sitharaman, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन