અમદાવાદ : કેન્દ્રની ટીમે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવારનું ઇન્સ્પેકશન કર્યું

અમદાવાદ :  કેન્દ્રની ટીમે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવારનું ઇન્સ્પેકશન કર્યું
અમદાવાદ : કેન્દ્રની ટીમે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવારનું ઇન્સ્પેકશન કર્યું

દિલ્હીથી કેન્દ્રના ત્રણ ડૉક્ટર્સની ટીમ ગુજરાત પહોંચી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને વધતા કેસોની સાથે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે ત્યારે દિલ્હીથી કેન્દ્રના ત્રણ ડૉક્ટર્સની ટીમ ગુજરાત પહોંચી છે. સૌપ્રથમ આ ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના અધિકારીઓ સાથે રીવ્યૂ બેઠક કરી હતી. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડી રહી છે. દિલ્હીથી આવેલ કેન્દ્રીય સ્પેશિયલ ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

કોરોનાના કારણે 1200 બેડ, સહિત કેમ્પસની અન્ય હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ અંગે સમીક્ષા કરી. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ભરાવો થયો છે ત્યારે કેવી વ્યવસ્થા દર્દીઓને આપી શકાય તેની ચર્ચા કરી હતી. હોસ્પિટલ તરફથી શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેને લઈ ચર્ચાઓ કરી છે. સુવિધાઓમાં અને સારવારમાં શું કમી છે તેમાં શું સુધારો આવવો જોઈએ તેને લઈ રિપોર્ટ બનાવ્યો છે. જે કેન્દ્રમાં સોંપવામાં આવશે.આ પણ વાંચો - અમદાવાદ : AMCએ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરાવી, જ્યા સુધી નવો આદેશ ન આવે ત્યા સુધી બંધ રહેશે

કેન્દ્રની ટીમના ડોકટર્સે જણાવ્યું કે અમે અહીં જે કોવિડ હોસ્પિટલમાં ડોકટર સહિત મેડીકલ સ્ટાફ, દર્દીઓને આપવામાં આવી રહેલી સારવારની પદ્ધતિની સમીક્ષા કરી છે. જ્યાં સુધાર કરવાની વાત હોય ત્યાં તે સૂચન પણ કર્યું છે. તો સિવિલ હોસ્પિટલ સુપરિટેનડેન્ટ ડો. જે.વી. મોદીએ જણાવ્યું કે આ ટીમ ઇન્સ્પેકશન માટે આવી છે. કોવિડ હોસ્પિટલમાં જે સારવાર આપવામાં આવે છે તે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે છે કે નહીં તેનું ઇન્સ્પેકશન કર્યું છે. આપણી 1200 બેડની હોસ્પિટલ છે જે ભારતની સૌથી પહેલી મૉડલ હોસ્પિટલ છે. તે મોડલ આખા ઇન્ડિયામાં ઇમ્પ્લીમેન્ટ કર્યું છે જેની સુપ્રીમ કોર્ટ પણ નોંધ લીધી છે.

આ ડોકટર્સની ટીમે સિવિલની અલગ અલગ કોવિડ હોસ્પિટલમાં અપાતી સારવાર અને સુવિધાઓ થી સંતોષ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે દિલ્હીથી આવેલ ત્રણ ડોકટરની ટીમમાં NCDC ડેપ્યુટી ડાયરેકટર સંદીપ એસ જ્યોર્જ, AIMS જોધપુરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોકટર અશોક કુવાલ, હોમઅફેરના ડાયરેકટર વી. કે રાજનનો સમાવેશ થાય છે.
Published by:Ashish Goyal
First published:April 10, 2021, 22:34 pm

ટૉપ ન્યૂઝ