ટ્રમ્પના આગમને લઈને કેન્દ્રના અધિકારીઓના અમદાવાદમાં ધામા, બનાવશે સુરક્ષાનો માસ્ટરપ્લાન


Updated: February 14, 2020, 7:10 PM IST
ટ્રમ્પના આગમને લઈને કેન્દ્રના અધિકારીઓના અમદાવાદમાં ધામા, બનાવશે સુરક્ષાનો માસ્ટરપ્લાન
અમદાવાદ એરપોર્ટ ઉપર અધિકારીઓની તસવીર

કેન્દ્રના પ્રોટોકોલ ડેપ્યુટી ચીફ ઓફિસર આશિષ શર્મા આજે અમદાવાદ આવી પહોચ્યા હતા. અને સાથે આઈપીએસ અધિકારીઓ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ બિલ્ડીંગમાં મિટિંગ મળી હતી.અને 1 કલાક મિટીંગ ચાલી હતી.

  • Share this:
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ (US president) ડોનાલ્ડ ટ્રમ્પ (donald trump) અને વડાપ્રધાન (prime minister) નરેન્દ્ર મોદી (Narendra modi) અમદાવાદ આવી રહ્યા છે. ત્યારરે બંને મહાનુભાવોની સુરક્ષા (Security ) અને કાર્યક્રમને લઈ કેન્દ્રમાંથી અધિકારીઓ અમદાવાદ આવી પહોચ્યા છે. કેન્દ્રના પ્રોટોકોલ ડેપ્યુટી ચીફ ઓફિસર આશિષ શર્મા આજે અમદાવાદ આવી પહોચ્યા હતા. અને સાથે આઈપીએસ અધિકારીઓ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ બિલ્ડીંગમાં મિટિંગ મળી હતી.અને 1 કલાક મિટીંગ ચાલી હતી.

મિટિંગમાં અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર કેવા પ્રકારનો કાર્યક્રમ રહેશ. અને એરપોર્ટથી મોટેરા સ્ટેડિંયમ અને ગાંધી આશ્રમ સુધી કેવા પ્રકારની સુરક્ષા રહેશે તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ એરપોર્ટ પર કેવા પ્રકારના કાર્યક્રમ રહેશે.અને કેટલા લોકો ઉપસ્થિત રહેશે તેની અધિકારીઓએ માહિતી મેળવી હતી.

આ પણ વાંચોઃ-તમે એપલનો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં મળે છે 34,000 સુધીની છૂટ

કાર્યક્રમ અને રોડ શો અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી.તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રમાંથી આવેલા અધિકારીઓ અને ગુજરાત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓના અધિકારીએ અમદાવાદ રન-વેની પણ વિઝિટ કરી હતી.અને નિરિક્ષણ કર્યુ હતુ.ટ્રમ્પનુ વિમાન અને તેમની સાથે આવેલા વિમાન ક્યા અને કેવી રીતે પાર્કિંગ થશે.તેની ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદ : 'ટ્રમ્પ વર્ષે એકવાર તો આવવા જ જોઈએ', શોસિયલ મીડિયામાં ઠેકડીઓ ઉડી

કેન્દ્રમાંથી આવેલા અધિકારીઓએ સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.તો અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે.અને તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.તમામ અધિકારીઓએ એરપોર્ટ બેઠક કર્યા બાદ મોટેરા સ્ટેડિયમ ખાતે પહોચ્યા હતા.અને ત્યા પણ ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમ અને સુરક્ષાને લઈ ચર્ચા કરી હતી.અને રિપોર્ટ તૈયાર કર્યો છે.પ્રાથમિક તૈયારી થયા બાદ અમેરિકાની સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદની મુલાકાત લેશે.અને એરપોર્ટ,મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે.અને ત્યાર બાદ ટ્રમ્પના ફાઈન પ્રોગામ તૈયાર કરશે.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर