અમદાવાદ : કોઇ પણ વ્યક્તિ સામેથી અથડાઈને ખિસ્સા માં મુકેલ ફોન, પર્સ , કીમતી વસ્તુ કે દાગીના ની ચોરી થઈ હોય તેવા અનેક બનાવો જોયા હશે. પરંતુ શહેરના અમદુપુરા બ્રિજ પાસે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહેલ મહિલાને (Women) સામે થી બે મહિલાઓ અથડાઈને કાપડ ની થેલીમાંથી મોબાઈલની (Mobile Theft) ઉઠાંતરી કરી છે. જે મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં (Kotada Police Station Ahmedabad ) પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સરસપુર વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન ડિપાર્ટમેંટમાં નોકરી કરતાં રીમાબેન ચૌહાણ તેમની માતા સાથે -મી એપ્રિલના દિવસે અમદુપુરા બ્રિજ પાસે આવેલ ચામુંડા માતાના (Chamunda Temple Amdupura Ahmedabad 0 મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ સમયે તેમણે પોતાનો ફોન તેમની પાસે રહેલ એક કાપડની થેલી માં મુક્યો હતો.
30-35 વર્ષની બે મહિલાઓ અથડાઈ
ફરિયાદી મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશતા હતા તે દરમિયાન આશરે 30 થી 35 વર્ષ ની બે મહિલા ઓ તેમને અથડાયેલ. બાદ માં બંને મહિલા ઓ ફરિયાદીની સાથે મંદિર માં દર્શન કરવા માટે આવેલ. જો કે દર્શન કરીને જ્યારે ફરિયાદી મહિલા બહાર આવ્યા અને કાપડની થેલી માં જોયું તો મોબાઈલ ફોન ગાયબ હતો. જેથી તેમણે મંદિર માં તેમજ આસપાસ ના વિસ્તાર માં તપાસ કરી પરંતુ મોબાઈલ ફોન મળી આવ્યો ના હતો.
ફરિયાદી એ તુરંત જ તેમની માતા ના ફોન માંથી ફોન કરતા મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. જે અંગે ની જાણ તેઓએ પોલીસ ને કરતા શહેરકોટડા પોલીસ એ આ મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
આમ તસ્કરોની ટોળકીઓ હવે મંદિરોમાં અનોખી રીતે ચોરી કરી રહી છે ત્યારે મહિલાઓ અને પુરૂષો જ્યારે મંદિરમાં દર્શને જાય ત્યારે ચેતવા જેવું છે. મંદિર સહિતના ધાર્મિક સ્થાનો પર ભીડ હોવાના કારણે તસ્કરો પહેલા પોકેટ મારતા હતા પરંતુ હવે મોબાઈલ ચોરીનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે સાવચેતી રાખવી અનિવાર્ય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર