Home /News /madhya-gujarat /

પાકિસ્તાન સામે થશે ફરી કાર્યવાહી? મોદીએ બોલાવી ત્રણેય સેના અધ્યક્ષોની બેઠક

પાકિસ્તાન સામે થશે ફરી કાર્યવાહી? મોદીએ બોલાવી ત્રણેય સેના અધ્યક્ષોની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રણેય સેના અધ્યક્ષોની એક ખાસ બેઠક બોલાવી છે. સરહદ પાર પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત સીઝફાયરને ધ્યાનમાં લેતાં આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ત્રણેય સેના અધ્યક્ષો ઉપરાંત કેન્દ્ર સરકારના મુખ્ય મંત્રીઓ પણ જોડાશે. બપોરે 2 વાગે યોજાનાર આ બેઠકને લઇને એવું માનવામાં આવી રહ્યું છે ફરી એકવાર પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારીઓ થઇ રહી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રણેય સેના અધ્યક્ષોની એક ખાસ બેઠક બોલાવી છે. સરહદ પાર પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત સીઝફાયરને ધ્યાનમાં લેતાં આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ત્રણેય સેના અધ્યક્ષો ઉપરાંત કેન્દ્ર સરકારના મુખ્ય મંત્રીઓ પણ જોડાશે. બપોરે 2 વાગે યોજાનાર આ બેઠકને લઇને એવું માનવામાં આવી રહ્યું છે ફરી એકવાર પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારીઓ થઇ રહી છે.

કહેવાઇ રહ્યું છે કે, વડાપ્રધાન આ બેઠકમાં ઉરી હુમલા બાદ પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલ સીઝફાયરનું ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપવા ફરી તૈયારીઓ થઇ રહી છે.

મંગળવારે પણ સરહદે પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકતને અંજામ આપ્યો હતો અને ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાયા અને મોર્ટાર ફેંકવામાં આવ્યા. કહેવાય છે કે ફાયરિંગ સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયું છે. ભારતીય સેના તરફથી પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन