અમદાવાદ : 20 લાખ રૂપિયાના વ્યાજની ઉઘરાણીથી કંટાળી વેપારીનો આપઘાત, મોતનો વિચલિત કરતો CCTV Video


Updated: July 22, 2020, 3:35 PM IST
અમદાવાદ : 20 લાખ રૂપિયાના વ્યાજની ઉઘરાણીથી કંટાળી વેપારીનો આપઘાત, મોતનો વિચલિત કરતો CCTV Video
પોલીસની તપાસ મુજબ સુશીલ ટિબડેવાલ આ વીડિયોમાં સુસાઇડ કરવા ધાબા પર ગયા તે સમયના ફૂટેજ છે.

અમદાવાદના પ્રહલાદ નગરમાં રહેતા કેમિકલના વેપાર શુશીલ ટિબડેવાલે ઓમપ્રકાશ પંજાબીને મોતનો જવાબદાર ઠેરાવી આત્મહત્યા કરી

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad)  ફરી એક વાર વ્યાજખોરના આતંકના (harassment of Financier) કારણે એક વેપારીએ (businessman committed suicide) જીવ ગુમાવ્યો છે. આ વ્યાજખોર મહિને 5 ટકા વ્યાજ લેતો હતો. વેપારીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા વેપારીએ કંટાળીને આપઘાત કર્યો હતો. મૃતકના પુત્રનું કહેવું છે કે સવારે તેમના પિતાનો ફોન આવ્યો કે જલ્દી આવ પણ ફ્લેટમાં પ્રવેશતા જ તેઓ ધાબેથી પડયા અને આપઘાત કર્યો હતો. વ્યાજખોર ઊંચો ધરોબો ધરાવતો હોવાના આક્ષેપ સાથે હવે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે સવાલ છે. આ આપઘાતનો વિચલિચ કરતો સીસીટીવી વીડિયો (CCTV Video of suicide) સામે આવ્યો છે

પોષ વિસ્તાર એવા પ્રહલાદ નગરના સફલ પરીશરમાં (safal parishar Prahaladnagar) રહેતો ટિબડેવાલ પરિવાર હાલ શોકમગ્ન છે, કારણકે તેઓએ તેમના ઘરના મોભીને ગુમાવ્યા છે. ટિબડેવાલ પરિવાર નું કહેવું છે કે તેમના મોભી શુશીલ (Sushil tibdewal) ભાઈ કેમિકલનો વ્યવસાય (Businessman of chemical) કરતા હતા. લોકડાઉનમાં બિઝનેસમાં સમસ્યા આવી હતી. તેમણે થોડા સમય પહેલા ઓમ પંજાબી (Om junjabi) નામના વ્યક્તિ પાસેથી 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે પઠાણી ઉઘરાણી કરતા શુશીલભાઈ કંટાળી ગયા અને મંગળવારે ધાબેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : મનપા કર્મચારીએ માસ્ક ચેકિંગના નામે માથાકૂટ કરી ગાળો આપી, વીડિયો Viral થતા મામલો બીચક્યો

શુશીલભાઈ ના પુત્ર સાકેતભાઈ નું કહેવું છે કે શુશીલભાઈનો સવારે ફોન આવ્યો અને કહ્યું કે 'જલ્દી આવ' તેવું કહેતા તેઓ બહાર હતા અને તુરંત જ ઘરે આવ્યા હતા. હજુ તો તેઓ ફ્લેટમાં પ્રવેશ્યા ત્યાં તેમના પિતાને છલાંગ લગાવતા દ્રશ્યો જોયા હતા. તેઓ ત્યાં દોડયા પણ પિતાનું મોત નીપજ્યું હતું.

સંબંધી નરેશભાઈ અગ્રવાલનો આક્ષેપ છે કે ઓમ પંજાબી લતીફ ગેંગ સાથે સંકળાયેલો હતો, તે ઊંચા કોન્ટેકટ ધરાવે છે. મહિને 5 ટકા વ્યાજ વસુલતો અને દબાણ કરી ધમકીઓ આપતો હતો. જોકે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી સીસીટીવી અને સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : પરીણિતા બાથરૂમમાં નહાતી હતી ત્યારે પાડોશી યુવકે કર્યુ ન કરવાનું કામ

આ મામલે આનંદનગર પોલીસસ્ટેશનના પીઆઇ સાજીદ બલોચ નું કહેવું છે કે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સ્યુસાઇડ નોટ કબ્જે લઈને જે આક્ષેપો છે તે બાબતે ખરાઈ કરીને તપાસ કરી પરિવારને ન્યાય મળે તે રીતે કાર્યવાહી કરાશે. વ્યાજખોર ના ચક્રમાં અનેક લોકો પીસાઈ રહ્યા છે. આ વેપારી પણ મોતના મુખમાં ધકેલાઈ ગયા પણ અન્ય લોકો વ્યાજખોરના ત્રાસથી આવા પગલાં ન ભરે તે માટે હવે પરિવાર ન્યાય માંગી રહ્યો છે.

(ન્યૂઝ 18 ગુજરાતી આત્મહત્યાના આ વીડિયો ફૂટેજની પુષ્ટી કરતુ નથી)
Published by: Jay Mishra
First published: July 22, 2020, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading