અમદાવાદ : ગણિત શિક્ષકના આપઘાતનો Video સામે આવ્યો, 10 સેકન્ડમાં મોતનો Live ઘટનાક્રમ કેદ

અમદાવાદ : ગણિત શિક્ષકના આપઘાતનો Video સામે આવ્યો, 10 સેકન્ડમાં મોતનો Live ઘટનાક્રમ કેદ
પાર્થ ટાંકે ક્યાં સંજોગોમાં આત્મહત્યા કરી લીધી તે તપાસનો મોટો વિષય

માનસિક બીમારીના 'ગણિત' સામે 'નાપાસ' થતા શિક્ષકે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા, પરિવાર માથે વજ્રાઘાત

 • Share this:
  અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે એક કાળજું કંપાવી નાખનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં ગણિતના કોચિંગ ક્લાસમાં કામ કરતા એક શિક્ષકે કથિત માનસિક બીમારીથી કંટાળી અને (Ahmedabad Suicide) આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના વિશાલા સર્કલ પાસે આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી કૂદકો મારી અને શિક્ષક પાર્થ ટાંકે (Math's Teacher Suicide)  આપઘાત કરી લીધો છે. પાર્થ ટાંક જિંદગીના 'ગણિત' સામે 'નાપાસ' થયા હોવાથી આવું કર્યુ હોવાની આશંકા છે. શિક્ષકના આપઘાતના સમાચારના પગલે પરિવાર માથે વજ્રાઘાત પડ્યો છે. જોકે, ક્યાં સંજોગો પાર્થ ટાંકે આ પગલું ભર્યુ તે રહસ્ય છે. પોલીસની તપાસમાં જ

  આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાર્થ ટાંક આજે સવારે વિશાલા પાસે આવેલા જીમમાં ગયા હતા. જે બાદ તેમણે બિલ્ડીંગના 14મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. હજી જીવન ટૂંકાવવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મહત્વનું છે કે, તેઓ ધરણીધર વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મેથ્યના કોચિંગ ક્લાસ ચલાવતા હતા.  10 સેકન્ડના સીસીટીવી વીડિયોમાં વિચલિત કરતું મોત

  હાલમાં પોલીસે શિક્ષકના પડવાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે.  આ બાદ પોલીસ બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી શકે છે.  હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.  ભાવનગરમાં પણ થોડા સમય  પહેલા શિક્ષિકાએ આપઘાત કર્યો હતો

  થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે શિક્ષિકાએ આત્મહત્યા કરી લીધી હતી.શિક્ષિકા ભાવનાબેન (ઉ.વ.36)એ પોતાના ઘર પાસે આવેલા જળુંબ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા ભાવનાબેને ઘરે એક બુકમાં સુસાઈડ નોટ પણ લખી હતી.

  આ સૂસાઇડ નોટમાં ભાવનાબેન લખ્યું હતું કે, હું ગામ કૂવામાં પડીને મારો જીવ આપું છું, મારો માધવ અને મારા મમ્મી પપ્પા મારા બંને ભાઈયો હું સાવ જ કંટાળી ગઈ છું. મને જરા પણ શાંતિ નથી. મારું મન કઈ સારું વિચારતુ જ નથી. હું કંઈ સહન કરી શકતી નથી. મારે નોકરી પર કામ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે. મારાથી થતું નથી. હું સહન કરી શકતી નથી. મારાથી ક્યારેય ભૂલ થઇ હોય તો માફ કરશો….તમારી ભાવુ.
  Published by:Jay Mishra
  First published:December 21, 2020, 19:26 pm

  ટૉપ ન્યૂઝ