Home /News /madhya-gujarat /

Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પેસેન્જરની સલામતી માટે વધુ એક પ્રયાસ, ઓટો રીક્ષામા સીસીટીવી લગાવાયા

Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પેસેન્જરની સલામતી માટે વધુ એક પ્રયાસ, ઓટો રીક્ષામા સીસીટીવી લગાવાયા

પેસેન્જર અને ડાઇવર બંનેની સલામતી માટે રજીસ્ટર પ્રિપેડ રીક્ષામાં સીસીટીવી લગાવવા માટેનો પ્રોજેકટ લાવવામાં આવી રહ્યો છે.

Ahmedabad News: પેસેન્જર અને ડાઇવર બંનેની સલામતી માટે રજીસ્ટર પ્રિપેડ રીક્ષામાં સીસીટીવી લગાવવા માટેનો પ્રોજેકટ લાવવામાં આવી રહ્યો છે. જો કે એરપોર્ટ પર રીક્ષામાં સીસીટીવી સર્વેલન્સને લઈ હાલ તો ટેસ્ટિંગ શરૂ કર્યું છે. પ્રાયોગિક ધોરણે 5 રીક્ષામાં સીસીટીવી લગાવીને સ્ટેટિંગ કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad)ના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પ્રિપેડ ટેક્સી અને પ્રિપેડ ઓટો ચાલે છે. આ એરપોર્ટ (Ahmedabad Airport) પર રોજના 20 હજાર આસપાસ પેસેન્જરની અવર જવર થાય છે. એરપોર્ટની સુરક્ષા મહત્વની છે એટલી સુરક્ષા પેસેન્જરની પણ મહત્વની છે. પેસેન્જરની સુરક્ષા અને સલામતી માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ જે પણ પ્રવાસીઓ આવે છે. તેને પોતાના ઘર અથવા સિટીમાં જવા માટે સરળતાથી ટ્રાન્સપોર્ટ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટેક્સી તો પ્રિપેડ ચાલતી હતી પરંતુ હવે ઓટો રીક્ષા પણ પ્રિપેડ ચલાવવામાં આવી રહી છે. 300 જેટલી રીક્ષા રજીસ્ટર કરવામાં આવી છે. પેસેન્જરની સુરક્ષા માટે જે પણ ઓટો રજીસ્ટર થાય છે. તે માટે નિયમ બનાવવામાં આવ્યા છે. ઓટો આરટીઓમાં રજીસ્ટર હોવો જોઈએ, પોલીસ વેરિફિકેશન, આર.સી. બુક, લાયસન્સ તમામ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. સાથે હવે સીસીટીવીનો પ્રોજેકટ લઈ આવ્યા છે. જો કે હાલ તો રીક્ષામાં સીસીટીવી લગાવી ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

આ પણ વાંચો- ગુજરાતી આલ્બમ અભિનેત્રી પટેલ સામે ફરિયાદ, પ્રેમજાળમાં ફસાવી યુવક પાસેથી સાત લાખ ખંખેરી લીધાનો આક્ષેપ

પેસેન્જર અને ડાઇવર બંનેની સલામતી માટે રજીસ્ટર પ્રિપેડ રીક્ષામાં સીસીટીવી લગાવવા માટેનો પ્રોજેકટ લાવવામાં આવી રહ્યો છે. જો કે એરપોર્ટ પર રીક્ષામાં સીસીટીવી સર્વેલન્સને લઈ હાલ તો ટેસ્ટિંગ શરૂ કર્યું છે. પ્રાયોગિક ધોરણે 5 રીક્ષામાં સીસીટીવી લગાવીને સ્ટેટિંગ કરવામાં આવી રહ્યું છે. કંટ્રોલ રૂમમાં સીસીટીવીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને પેસેન્જરના રિસ્પોન્સ અને ડેટા અભ્યાસ કર્યા બાદ પ્રોજેકટની અમલીકરણ હાથ ધરશે.

આ પણ વાંચો- IPL 2022: ઉમરાન મલિક હવે ધોનીની કસોટી કરશે, CSKને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતની જરૂર

સીસીટીવીના કારણે પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા તો વધશે. સાથે કોઈ પ્રવાસી રીક્ષામાં કિંમતી વસ્તુ ભૂલી ગયો હશે તો પણ કંટ્રોલ રૂમમાં માહિતી મળી જશે. અથવા તો ક્યારે ડ્રાઇવર પર અક્ષેપ લાગતા હોય છે. તો આ સીસીટીવીના કારણે સાચી માહિતી મળી રહે છે. પ્રવાસીઓની સુરક્ષા માટે ફ્લાઇટ, ટ્રેન, બસમાં પણ સીસીટીવી લગાવવામાં આવે છે. ત્યારે હવે આગામી દિવસોમાં ટેસ્ટિંગ સફળ રહ્યું તો અમદાવાદ એરપોર્ટ પર રજીસ્ટર રીક્ષા પણ સીસીટીવી સજ્જ બનશે
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Airport Runway, Ahmedabad news, Airports, Gujarati news

આગામી સમાચાર