CCTV: ગલ્લાવાળાને સિગારેટનું પેકેટ હજારોમાં પડ્યું- કોઈ દંડ નહીં પણ ગઠિયાનું કારસ્તાન
CCTV: ગલ્લાવાળાને સિગારેટનું પેકેટ હજારોમાં પડ્યું- કોઈ દંડ નહીં પણ ગઠિયાનું કારસ્તાન
CCTV માં કેદ થયો ચોર
Ahmedabad Crime: વસ્ત્રાપુર લેક પાસે આવેલ એક પાન પાર્લરમાં દુકાનદાર પાસે સોમવારે બપોરનાં 12 વાગેની આસપાસ એક યુવક આવ્યો અને પહેલા તેને એક સિગારેટનું પેકેટ માંગ્યું જે વસ્તુ દુકાનમાં હજાર વેપારીએ આપી પણ દીધું
અમદાવાદનાં (Ahmedabad News) પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં એક એવી ઘટના સામે આવી છે જે તમામ પાન પાર્લર (Ahmedabad Crime) અથવા દુકાન ચલાવતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. સામાન્ય રીતે કોઈ પણ દુકાનદાર જયારે ગ્રાહક આવે છે ત્યારે વસ્તુ આપવમાં એવા ખોવાઈ જાય છે કે તેમની વસ્તુઓ જે પડી હોય છે તેનો ખ્યાલ પણ રેહતો નથી બસ એજ વાતનો લાભ લઈ ને ગઠિયાઓ આસાનથી ચોરી કરી ને ફરાર થઇ જતા હોય છે.આવોજ આ કિસ્સો વસ્ત્રાપુરમાં બન્યું છે.
વસ્ત્રાપુર લેક પાસે આવેલ એક પાન પાર્લરમાં દુકાનદાર પાસે સોમવારે બપોરનાં 12 વાગેની આસપાસ એક યુવક આવ્યો અને પહેલા તેને એક સિગારેટનું પેકેટ માંગ્યું જે વસ્તુ દુકાનમાં હજાર વેપારીએ આપી પણ દીધું પરંતુ ત્યાર બાદ તેને અન્ય વસ્તુ ની માંગણી કરી અને વાતોમાં એવું રાખ્યું કે પળ ભરમાં આરોપીએ કાઉન્ટર પાસે રહેલ મોબાઈલ ફોનની ચોરી કરીને આસાનીથી નીકળી જાય છે અને જે વાત નો ગંધ પણ વેપારી ને આવતો નથી
આરોપી જ્યારે ત્યાંથી નીકળી જાય છે ત્યાર બાદ વેપારી પોતાનો મોબાઈલ શોધવા લાગે છે તો મોબાઈલ મળતો નથી અને ત્યાર બાદ cctv ચેક કરતા ખ્યાલ આવે છે કે મોબાઈલની ચોરી થઈ ગઈ છે. મહત્વનું છે કે સેકેન્ડોમાં મોબાઈલ ચોરીની ઘટના cctv માં કેદ થઈ જાય છે અને જે તમામ ઘટના સામે આવે છે. મહત્વનું છે કે આ ઘટના કોઈ પહેલી વાર નથી બની પરંતુ આવી ઘટનાથી તમામ વેપારીઓને શીખ લેવાની જરૂર છે.આ મામલે વેપારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે આરોપી એકટીવા લઈ ને આવ્યો હતો અને જે લઈ ને ફરાર થઇ જાય છે. હવે આ આરોપીને પોલીસ પકડી પાડે છે કે કેમ તે પણ એક સવાલ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર