300 કરોડ રૂપિયાના ઓઇલ ચોરી કેસની તપાસ સીબીઆઈ કરશે, સરકારે કેન્દ્રને કરી ભલામણ

300 કરોડ રૂપિયાના ઓઇલ ચોરી કેસની તપાસ સીબીઆઈ કરશે, સરકારે કેન્દ્રને કરી ભલામણ
સંદિપ ગુપ્તાની ફાઇલ તસવીર

ન્યૂઝ18 ગુજરાતીને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ રાજ્ય સરકારે આ ચકચારી કેસની સીબીઆઈ (CBI investigation) તપાસ કરાવવાની ભલામણ કરી દીધી છે.

 • Share this:
  જનક દવે, અમદાવાદ : સમગ્ર દેશમાં ઓઇલ જગતને (Oil) હચમાચવી નાખનારા 300 કરોડ રૂપિયાના ઓઇલ ચોરી કૌભાંડની (300 cr Rupee Oil Theft scam) તપાસ હવે સીબીઆઈ કરશે ન્યૂઝ18 ગુજરાતીને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ રાજ્ય સરકારે આ ચકચારી કેસની સીબીઆઈ (CBI investigation) તપાસ કરાવવાની ભલામણ કરી દીધી છે. આ કેસના મુખ્ય આરોપીએ તેની ગેંગ સાથે મળીને જુદા જુદા 14 રાજ્યોમાંથી ઓઇલની ચોરી કરી હતી.

  આ ચકચારી કેસની વિગતો એવી છે કે ઓઇલ સપ્લાય કરતી મોટી કંપનીઓની પાઇપ લાઇન પંચર કરી અને તેમાંથી કરોડો રૂપિયાનાં ઓઇલની ચોરી કરનાર કુખ્યાત સંદિપ ગુપ્તા અને ગેંગ સામે ગુજરાત પોલીસે ગુજસીટોકના કેસ કર્યા હતા. સંદિપ ગુપ્તા મુંબઈમાંથી ઝડરપાયો હતો ત્યારબાદ ગુજરાત એટીએસ દ્વારા ગુપ્તાના સાગરિત વસીમ અને મુનેશ ગુર્જરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુપ્તા જ્યારે દુબઈથી પરત આવી રહ્યો હતો ત્યારે તેના સાગરિત કાર્ણિક સાથે ઝડપાયો હતો.  આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

  સંદિપે ગુજરાતથી બંગાળ સુધી દેશનાં જુદા જુદા રાજ્યોમાં ઇન્ડિયન ઑઇલ અને ઓએનજીસીનાં કૂવાઓમાંથી ચોરી કરી છે. 15 જેટલા વર્ષથી ઓઇલ ચોરી કરી રહેલો સંદિપ ગુપ્તા હરિયાણાના ગુડગાંવનો વતની હતો. પેટ્રોલ પંપ સંચાલક પિતાનો દીકરો સંદિપ ઓઇલનો ધંધો કરતા કરતા ઓઇલ માફિયા બની ગયો હતો.

  સંદિપ ગુપ્તાએ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાંથી પસારથી ઓઇલ કંપનીઓની લાઇન પંચર કરી અને તેમાંથી ઓઇલ ચોરી કર્યુ હતું. જોકે, આખરે તેના કારનામાનો પર્દાફાશ થયો અને તે ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ ગયો હતો. હવે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માટેની ગુજરાત સરકારે ભલામણ કરી દીધી છે. આગામી દિવસોમાં સીબીઆઈની તપાસમાં ગુપ્તા ગેંગના વધુ કારનામાં બહાર આવે તો પણ નવાઈ નહીં

  આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

  ગુપ્તા કેવી રીતે કરતો હતો ચોરી!!!

  જયાં થી ઓયલ પાઈપ લાઈન પસાર થતી હોય ત્યાં નજીક માં જમીન ભાડે લેતો હતો અને ત્યાં શેડ ઉભા કરી પાઈપલાઈન સુધી ખોદકામ કરાવતો હતો. પાઈપ લાઈન માં પંચર કરવામાં એટલી મહારત હતી કે પાઈપલાઈનમાં પ્રેશર ઓછું થાય અને વૉર્નિંગ એલાર્મ પણના વાગે એનું ધ્યાન રાખતો હતો. પંચર કર્યા પછી શેડની અંદર કન્ટેનર લઈ પાઈપલાઈનથી ઓઇલનો જથ્થો કન્ટેનરમાં ભરાતો અને બજાર માં વેચવામાં આવતો હતો.રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો એના ગ્રાહકો હતા
  Published by:Jay Mishra
  First published:April 13, 2021, 13:18 pm

  ટૉપ ન્યૂઝ