સાવધાન! સુરતમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ માંગ્યા, પૈસા ન મળતા બળાત્કાર કેસમાં ફસાવ્યો?


Updated: June 2, 2020, 11:10 PM IST
સાવધાન! સુરતમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ માંગ્યા, પૈસા ન મળતા બળાત્કાર કેસમાં ફસાવ્યો?
પ્રતિકાત્મક તસવીર

આ યુવતી આ રીતે અનેકની સામે ખોટી અરજીઓ-ફરિયાદો કરી બ્લેકમેઈલિંગથી નાણાં પડાવવાનો ખરડાયેલો ઇતિહાસ પણ ધરાવે છે.

  • Share this:
અમદાવાદ : સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 5/3/2020ના રોજ નોંધાયેલા એક બળાત્કારના ગુનાની ફરિયાદ રદ કરવા આરોપી યુવક પંકજકુમાર પોપટલાલ સવાણીની કવોશિંગ પિટિશનનો સ્વીકાર કરીને હાઇકોર્ટે તે ફરિયાદના કામે અરજદાર આરોપી વિરુદ્ધ કોઇ પગલા નહીં લેવા તથા તેની ધરપકડ નહીં કરવાનો વચગાળાનો આદેશ ફરમાવ્યો છે.

આ ચકચારી ઘટનામાં ફરિયાદી યુવતી ખરેખર તો અરજદાર યુવકને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા 10 લાખ જેવી માતબર રકમની ગેરકાયદેસર માંગણી કરી ને તેને બ્લેકમેલ કરવા પ્રયત્ન કર્યો હોવાની યુવક વતી તેના વકીલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

યુવકના વકીલે એવી પણ રજૂઆત કરી હતી કે, વાસ્તવમાં અરજદાર યુવક પોતે યુવતી વિરૂદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ કરેલી હતી અને તેના કાઉન્ટરબ્લાસ્ટ તરીકે યુવતીએ બળાત્કારની ખોટી ફરિયાદ કરેલી છે. આ યુવતી આ રીતે અનેકની સામે ખોટી અરજીઓ-ફરિયાદો કરી બ્લેકમેઈલિંગથી નાણાં પડાવવાનો ખરડાયેલો ઇતિહાસ પણ ધરાવે છે.

હાઈકોર્ટે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી સુનાવણીમાં અરજદાર આરોપી યુવકના તરફે વકીલની રજુઆતોને પ્રાથમિક રીતે ગ્રાહ્ય રાખી હતી અને યુવકની કવોશિંગ પિટિશનને ગ્રાહ્ય રાખી વચગાળાના આદેશથી યુવક વિરુદ્ધ કોઈ પગલા લેવા ઉપર અને તેની ધરપકડ કરવા ઉપર મનાઈ ફરમાવી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
First published: June 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading