સાવધાન! જો તમને સીમ કાર્ડ અપગ્રેડ કરવાનો ફોન કે મેસેજ આવે તો આ ભૂલ ક્યારેય ના કરતા


Updated: June 4, 2020, 8:54 PM IST
સાવધાન! જો તમને સીમ કાર્ડ અપગ્રેડ કરવાનો ફોન કે મેસેજ આવે તો આ ભૂલ ક્યારેય ના કરતા
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનમાં લોકો એ વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કર્યો છે. ત્યારે હવે સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓએ પણ ઠગાઈ કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.

  • Share this:
અમદાવાદ: લોકડાઉનમાં (lockdown) લોકો એ વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટનો (Digital Paymemt) ઉપયોગ કર્યો છે. ત્યારે હવે સાયબર ક્રાઇમ (cyber crime) કરતા ગઠિયાઓએ પણ ઠગાઈ કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. જો તમને તમારું સીમ કાર્ડ અપગ્રેડ કરવાનો ફોન કે મેસેજ આવે છે તો ચેતી જજો, ક્યાંક આ પ્રક્રિયા તમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રકારની ઠગાઈના ચાર ગુના પોલીસના ચોપડે નોંધાયા છે.

જેમાં ગઠિયા ઓ સીમ કાર્ડની જે તે કંપનીમાંથી વાત કરી રહ્યા હોવાનું કહીને કોઈ પણ વ્યક્તિને ફોન કરે છે અને તેમનુ સીમ કાર્ડ 2જીમાંથી 4જીમાં અપગ્રેડ કરવાનું કહે છે. જો કાર્ડ અપગ્રેડ નહિ કરે તો તેમનું સીમ બંધ થઈ જસે તેમ કહીને આ ગઠિયા ઓ તેમના મોબાઈલ નંબર પરથી તેમની પાસે રહેલ બ્લેન્ક સીમ કાર્ડનો સીમ નંબર મેસેજ મારફતે ફરિયાદીને મોકલી આપે છે. અને આ નંબર ફરિયાદીના મોબાઈલ નંબર મારફતે કંપનીમાં ફોરવર્ડ કરાવી આપવાની પ્રક્રિયા કરાવે છે.

આ પણ વાંચોઃ-ગોંડલમાં ભારે પવન સાથે તોફાની વરસાદ, હોર્ડિંગ નીચે દબાતા પૌઢનું મોત, અનેક વૃક્ષો ધરાશાયી

આ પ્રક્રિયા કરાવ્યા બાદ ફરિયાદીનું સીમ કાર્ડ હાલ બંધ થઈ જશે અને 24 કલાક માં અપગ્રેડ થઈ જશે તેમ કહી ને ફોન મૂકી દે છે. ત્યાર બાદ ફ્રોડ કરનાર ગઠિયો ફરિયાદી નો નંબર તેના મોબાઈલ માં કાર્યરત કરે છે અને આ નંબર જે તે બેંક માં રજીસ્ટર થયો હોય તે એકાઉન્ટ માંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી ને રૂપિયાની ઉઠાંતરી કરે છે. અત્યાર સુધીમાં આ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી થઈ હોય તેવા ચાર બનાવો સાયબર ક્રાઇમ ના ધ્યાન માં આવ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ઘર ખુલ્લું રાખીને પહેલા માળે મહેમાન સાથે બેસવું તબીબ પરિવારને ભારે પડ્યું, ચોર લાખોની મતા લઈ ફરાર

સીમ કાર્ડ એક્સચેન્જ ફ્રોડ થી બચવા માટે શું તકેદારી રાખવી જરૂરી છે.1. કોઈપણ વ્યક્તિ જ્યારે તમને sim upgrade કરવા માટે જણાવી રહ્યો છે તો તેને તમારા મોબાઈલ નંબર કે સીમ નંબર ની કોઈ પણ હકીકત આપવી નહીં.
2. જો તમારો મોબાઈલ નંબર કોઈ બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલ છે અને આ નંબર અચાનક જ બંધ થઈ જાય છે તો જે તે સર્વિસ પ્રોવાઇડર કંપની નો સંપર્ક કરી અને બેંકનો સંપર્ક કરીને તમારું ખાતું બ્લોક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી અથવા તો તમારા ખાતામાંથી કોઈ પણ નાણાકીય વ્યવહાર ન થાય તે માટે તાત્કાલિક બેંકને જાણ કરવી.

આ પણ વાંચોઃ- ગૃહમંત્રાલયે તબલીગી જમાતના સાથે જોડાયેલા 960થી વધારે વિદેશી નાગરિકોને 10 વર્ષ માટે કર્યા બ્લેકલિસ્ટ

3. સીમ કાર્ડ અપગ્રેડ કરવા માટે તમારી નજીક માં રહેલ સર્વિસ પ્રોવાઇડર કંપની ના સ્ટોર પર જઈને સિમ કાર્ડ અપગ્રેડ કરવા માટેનો આગ્રહ રાખવો.
4.બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલ રજીસ્ટર મોબાઇલ નંબરની માહિતી કોઈની સાથે શેર કરવી નહીં.
First published: June 4, 2020, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading