દારૂ, ડ્રગ્સ, ગાંજા બાદ હવે સાયકલની પંચરની ટ્યૂબનું નશા માટે વેચાણ અને ઉપયોગ સામે આવતા ચકચાર મચી છે.
અમદાવાદ (Ahmedabad News)ના રાયખડ વિસ્તારમાં બાળકોને સાઈકલની પંચર ટ્યુબના નશા (Drugs)ના રવાડે ચડાવવાના કેસમાં વધુ એક આરોપી અબ્દુલ કરીમની કારંજ પોલીસે (Karanj Police) ધરપકડ કરી છે. આરોપી નશાની ટ્યુબ અગાઉ પકડાયેલ આરોપી સંગીતા મકવાણા અને હિતેશ ચીકનાને વેચતો હતો.
અમદાવાદ (Ahmedabad News)ના રાયખડ વિસ્તારમાં બાળકોને સાઈકલની પંચર ટ્યુબના નશા (Drugs)ના રવાડે ચડાવવાના કેસમાં વધુ એક આરોપી અબ્દુલ કરીમની કારંજ પોલીસે (Karanj Police) ધરપકડ કરી છે. આરોપી નશાની ટ્યુબ અગાઉ પકડાયેલ આરોપી સંગીતા મકવાણા અને હિતેશ ચીકનાને વેચતો હતો. ત્યારે આ પ્રકારે સોલ્યુશન ટ્યુબના નશા બાબતે પોલીસ જાણકાર હોય છે પણ ગરીબ વર્ગના લોકો નશો કરતા હોવાથી પોલીસ અત્યાર સુધી આંખ આડા કાન કરતી રહી હતી પણ આ કેસ થતા પહેલીવાર આવો ગુનો નોંધાયો હોવાનું મનાઈ રહ્યું છે.
પોલીસ ગિરફતમાં આવેલા આરોપીનું નામ અબ્દુલ કરીમ (32) ગોમતીપુર વિસ્તારમાં રહે છે અને રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કાલુપર રેલવે સ્ટેશન પાસે રીક્ષાના ફેરા દરમ્યાન તે આ સાઈકલની પંચરની ટ્યૂબ (સોલ્યુશન) નો નશો કરતો હતો. અને ત્યાં નાના બાળકોને પણ તેને નશાના રવાડે ચડાવ્યા હતા. અને ત્યાર બાદ શરૂ થયો હતો નશાનો કારોબાર. કરીમ ખુદ નશો કરતો અને બાળકોને પણ નશાને રવાડે ચડાવીને આ ધંધામાં તેનો રસ જાગ્યો અને તેને છૂટકમાં ટ્યુબ રેલવે સ્ટેશને વેચવાનું ચાલું કર્યું હતું. રીક્ષાના ફેરા દરમ્યાન તેનો સંપર્ક સંગીતા અને હિતેશ સાથે થયો હતો. અને આ બંનેને પણ આ ધંધામાં રસ જાગતા કરીમ પાસેથી જથ્થાબંધ ભાવે ટ્યુબ મંગાવીને ડબલ ભાવે 10 થી 16 વર્ષના બાળકોને વેચાણ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું સી ડિવિઝનના એસીપી સ્મિત ગોહિલે જણાવ્યું છે.
દારૂ, ડ્રગ્સ, ગાંજા બાદ હવે સાયકલની પંચરની ટ્યૂબનું નશા માટે વેચાણ અને ઉપયોગ સામે આવતા ચકચાર મચી છે. રીક્ષા ચાલક આરોપી કરીમ નડિયાદમાં આવેલ એક દુકાનમાંથી એક ટ્યુબ 30 રૂપિયાના ભાવે એક નંગ એમ 40 ટ્યુબ મગાવતો અને તે 50 રૂપિયામાં સગીતા અને હિતેશને વેચતો હતો. જ્યારે હિતેશ અને સંગીતા આ સાયકલની પંચર માટેની ટ્યુબ ફૂટપાથ પર રહેતા બાળકોને 100 રૂપિયા મા વેચતા હતા અને બાળકો તેનો નશા માટે ઉપયોગ કરતા હતા.
સાઈકલની પંચરની ટ્યુબનો નશા ધંધોના માત્ર શહેરના એક વિસ્તાર નહિ પરંતુ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નેટવર્ક છે કે કેમ તેને લઈને આરોપી અબ્દુલ કરીમની કારંજ પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં નવા ખુલાસા થઈ શકે છે. જ્યારે અગાઉ પકડાયેલ બંને આરોપી સંગીતા અને હિતેશ નામના આરોપીને જેલ હવાલે કર્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર