અમદાવાદ : એક કા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ, આ રીતે કરતા ઠગાઈ

અમદાવાદ : એક કા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ, આ રીતે કરતા ઠગાઈ
અમદાવાદ : એક કા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

આરોપી વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં 2.35 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી

  • Share this:
અમદાવાદ : રોકાણ કરો અને થોડા સમયમાં રૂપિયા ડબલ મેળવો તેવી લાલચ આપી છેતરપિંડી કરતુ કોલસેન્ટર ઝડપાયુ છે. ફોરેક્ષ ટ્રેડીંગના નામે લોકો પાસેથી રૂપિયાનું રોકાણ કરવાના ગુનામાં 3 આરોપી ઝડપાયા છે. વરૂણ ખુરાના, જયેશ વાઘેલા અને ચિરાગ ગામીતની સાયબર ક્રાઈમે સુરતથી ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં 2.35 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ઝડપાયેલ તમામ આરોપી સોફ્ટવેરની મદદથી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકોની પાસેથી પૈસા પડાવતા હતા.

ઝડપાયેલા 3 આરોપી અન્ય સાગરીત સાથે મળીને સુરતમા કોલસેન્ટર ચલાવતા હતા. સૌ પ્રથમ આરોપીઓ કોઈ પણ ગ્રાહકને એક મેસેજ મોકલીને તેને ફોન કરતા હતા અને શેર ટ્રેડિંગ કરવા માટે તૈયાર કરતા હતા. પોતાની કંપની દ્વારા રોકાણ કરવાથી ઘણો મોટો નફો કરી આપવાની લાલચ આપતા હતા. જો કોઈ ગ્રાહક રૂપિયા ભરવા તૈયાર થાય તો તેને બેંક એકાઉન્ટ કે પછી પેટીએમ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતા હતા અને તેમને મેટાટ્રેડર 5 નામનું એક સોફ્ટવેર ડાઉનલોડ કરાવતા હતાં. જે સોફ્ટવેરમાં ભોગ બનનારે ભરેલા રૂપિયા અને નફો ડોલરમાં ડિસ્પ્લે કરતા હતા. જોકે આ સોફ્ટવેર ડેમો હોવાથી એક અઠવાડિયામાં બંધ થઈ જતું હતું ત્યાર બાદ આરોપીઓ કોઈ ગ્રાહકને જવાબ આપતા ન હતા અને રૂપિયા પણ પરત આપતા ન હતા.આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1282 કેસ નોંધાયા, 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા

સાયબર ક્રાઈમે ઝડપેલા 3 આરોપીઓમાંથી જયેશ વાઘેલા મુખ્ય આરોપી હતો, જે છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરી કેશ કરાવતો હતો. અન્ય બે આરોપીને 20 ટકા રકમ મળતી હતી. આરોપી વરુણ ખુરાનાએ અંગ્રેજી માધ્યમમાં બીબીએ સુધીનો અભ્યાસ કરેલો હોવાથી તે અંગ્રેજી સારી રીતે બોલી શકતો હતો. જે કોલર તરીકે કામ કરતો હતો અને અગાઉ પણ સુરતમાં ગેરકાયદેસર કોલ સેન્ટરના ગુના માં પકડાઈ ચૂક્યો છે. ચિરાગ ગામીતે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. જે પણ અગાઉ સુરતમાં ગેરકાયદેસર કોલ સેન્ટરના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
Published by:Ashish Goyal
First published:August 29, 2020, 21:31 pm

ટૉપ ન્યૂઝ