રથયાત્રા પૂર્વે અમદાવાદમાંથી મળ્યાં બોમ્બ અને હથિયારો, એકની અટકાયત

News18 Gujarati
Updated: July 13, 2018, 9:42 AM IST
રથયાત્રા પૂર્વે અમદાવાદમાંથી મળ્યાં બોમ્બ અને હથિયારો, એકની અટકાયત
રથયાત્રા પૂર્વે સધન સઘન સુરક્ષા

  • Share this:
કાલે અમદાવાદમાં 141મી રથયાત્રા નીકળવાની છે ત્યારે આખા શહેરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. ત્યારે આજે સવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ અને હથિયારો મળી આવ્યાં છે સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં રથયાત્રાના પગલે તપાસ ચાલી રહી છે જેમાં ગોમતીપુર વિસ્તારમાંથી બુટલેગરના મકાનના ધાબા પરથી બોમ્બ અને હથિયારોનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. મળેલી બાતમીના આધારે ACP અને PIએ બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યાં હતાં. આ દરોડામાં  તેમને 4 સુતળી બોમ્બ, 10 પાઇપ બોમ્બ સાથે એક પિસ્તોલ અને કેરોસીનની બોટલ પણ મળી આવી હતી.  હથિયારો ઝડપાયા બાદ બુટલેગર અને તેના પરિવારની કડક પૂછપરછ થઇ રહી છે. આ મામલે એકની અટકાયત પણ કરવામાં આવી છે.

રથયાત્રામાં ઇઝરાયેલના ખાસ બલુન

આ ઉપરાંત ઇઝપાયેલના ખાસ બલુનને 1500 ફુટની ઉંચાઇ પરથી 6 કી.મી નીચેના દ્રશ્યો લેવામા આવશે. સંવેદનશીલ વિસ્તારમાં 25 પેરામિલેટ્રી ફોર્સને ખડકી દેવામા આવી છે.

સઘન સુરક્ષા

રથયાત્રાના બંદોબસ્તને મુવિંગ અને સ્ટેટીક એમ બે ભાગમાં વહેચી છે. 12 સેકટર, 26 રેન્જ ,54 એરિયા ,136 સબએરિયા,પોલીસ કમિશનર 1 ,સ્પેસ્યલ પોલીસ કમિશનર 3, આઇજી-ડીઆઇજી 5, એસપી 31,એસીપી 88, પી.આઇ 253, પીએસઆઇ 819, પોલીસકર્મીઓ 14270 ,એશઆરપીની 22 કંપની,પેરામિલેટ્રી ફોર્સ 25 ,ચેતક કમાન્ડો 1 ટીમ, હોમગાર્ડ 5400, બીડીએસ 10, ડોગસ્કોવોર્ડની ટીમો તેમજ એટીએસ,ક્રાઇમબ્રાચ સહિત 20225 પોલીસ હાજર રહશે. આ ઉપરાંત 14 હજાર જેટલા હિસ્ટ્રીશીટરો વિરુધ્ધ અટકાયતી પગલા લેવામા આવ્યા છે.
First published: July 13, 2018, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading