શું જ્ઞાતિ-જાતિનાં સમીરકરણ ડુબોડશે ભાજપની નૈયા?

Margi | News18 Gujarati
Updated: December 13, 2017, 8:04 PM IST
શું જ્ઞાતિ-જાતિનાં સમીરકરણ ડુબોડશે ભાજપની નૈયા?
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો 1962 પછી જરૂર કેટલીક ચૂંટણીઓમાં રાજકારણીઓ તેમના કામના આધારે ચૂંટણી લડ્યા હોય, પરંતુ વર્ષ- 1985 અને ત્યાર બાદ આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ-જાતિ ના સમીકરણો ભારે ચર્ચામાં છે.

ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો 1962 પછી જરૂર કેટલીક ચૂંટણીઓમાં રાજકારણીઓ તેમના કામના આધારે ચૂંટણી લડ્યા હોય, પરંતુ વર્ષ- 1985 અને ત્યાર બાદ આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ-જાતિ ના સમીકરણો ભારે ચર્ચામાં છે.

  • Share this:
અમદાવાદ : વિકાસ ? એ વળી કઈ બલા નું નામ છે ? વિકાસના નામે ચૂંટણી અને એ પણ 150 બેઠકો જીતવાની અપેક્ષા સાથે ક્યારેય જીતી શકાય ? જો એવું બને તો કલ્પના વાસ્તવિકતામાં પરિણમે !

ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો 1962 પછી જરૂર કેટલીક ચૂંટણીઓમાં રાજકારણીઓ તેમના કામના આધારે ચૂંટણી લડ્યા હોય, પરંતુ વર્ષ- 1985 અને ત્યાર બાદ આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ-જાતિ ના સમીકરણો ભારે ચર્ચામાં છે. ખાસ કરીને, પાટીદાર અનામત, ઠાકોર-ક્ષત્રિય સેનાના નિર્માણ અને ઉના દલિતકાંડ પછી દલિત અધિકાર અંગે આવેલી જાગૃતિ પછી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાને લીધા છે.

ભાજપની જીતની પરંપરાને તોડવા કોંગ્રેસે ગુજરાતની રાજનીતિમાં "PODA એટલે કે પટેલ, ઓબીસી, દલિત અને આદિવાસી" ની થિયરી અમલમાં મૂકી છે.

વર્ષ- 1985ની વિધાનસભાની ચૂંટણી સમયે માધવસિંહ સોલંકી દ્વારા "ખામ" થિયરીના અમલ દ્વારા ભવ્ય વિજય મેળવ્યો હતો..આ પછી ઈતિહાસ સાક્ષી છે કે, વર્ષ 1985ની ચૂંટણીઓમાં કોંગ્રેસનો રકાસ થયો છે.હવે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે PODA એટલે કે "પટેલ, ઓબીસી, દલિત અને આદિવાસી" ની થિયરી અમલમાં મૂકી છે.

જાણીતા રાજકીય વિશ્લેષક અને સમાજ શાસ્ત્રી ગૌરાંગ જાનીનો મત છે કે, છેલ્લા કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં સવર્ણ સમાજ દ્વારા અનામતની માગ થઈ રહી છે, જે દર્શાવે છે કે, લોકો સુધી વિકાસ પહોંચ્યો નથી.પાટીદાર અને ઓબીસીનો મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે..આ સંજોગોમાં બંને મોટા રાજકીય પક્ષોએ પાટીદાર અને ઓબીસીને મહત્વ આપી રહ્યા છે..

વર્ષ 1985 બાદ ભાજપે PHAK એટલે કે પટેલ, હરિજન, આદિવાસી અને ક્ષત્રિય થિયરીને અમલી બનાવી હતી. જેથી, પટેલ અને કોંગ્રેસની પરંપરાગત મતબેંક એવા દલિતો અને ઓબીસી ભાજપ તરફ આકર્ષાયા હતા..જો કે, આ વખતે કોંગ્રેસે ભાજપની આ મતબેંકને તોડવા માટે PODAની થિયરી અમલમાં મૂકી છે..વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ભાર્ગવ પરીખ કહે છે કે, ગુજરાતમાં પટેલ સમુદાય સમૃદ્ધ બન્યો છે..જો કે, નોટબંધી અને જીએસટીના લીધે તેમને ભારે અસર થઈ છે..બીજી તરફ, મુસ્લિમોમાં મતદાન કરવા પ્રત્યે ઉત્સુકતા ઘટી રહી છે. PHAK થિયરીના અમલ બાદ, વર્ષ 1987માં ભાજપે પ્રથમ વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવી હતી..આ પછી, વર્ષ 1990માં સત્તામાં ભાગીદાર બન્યુ હતુ અને વર્ષ 1995માં ભાજપ સંપૂર્ણ સત્તામાં આવ્યુ હતુ..ત્યાર બાદ, ગુજરાતમાં સતત ભાજપનો વિજય થયો છે..હવે, કોંગ્રેસ દ્વારા ગુજરાતના રાજકારણમાં PODAની જે થિયરી અપનાવી છે, તે સફળ થાય છે કે નહીં તે જોવુ રહ્યુ..
First published: December 13, 2017, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading