અમદાવાદ : વેપારીને નાઈજીરીયાના કાચા કાજુ 83 લાખ રૂપિયામાં પડ્યા! ઠગાઈની ફરિયાદ

અમદાવાદ : વેપારીને નાઈજીરીયાના કાચા કાજુ 83 લાખ રૂપિયામાં પડ્યા! ઠગાઈની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

નાઈજિરીયાના કાજૂ ખરીદવા જતા અમદાવાદાના વેપારીને ચૂનો લાગ્યો, વેપારીઓ માટે ખાસ વાંચવા જેવો કિસ્સો

  • Share this:
અમદાવાદ : શહેરના સેટેલાઇટ વિસ્તારમાં (Satellite Ahmedabad) રહેતા એક વેપારીને (Businessman) કાજુનો બિઝનેસ (Business of Cashew) કરવાનો વિચાર રૂપિયા 83 લાખ માં પડ્યો છે. વેપારીએ કાજુનો જથ્થો મેળવવા માટે ઓર્ડર આપ્યો અને એડવાન્સ રૂપિયા ચૂકવી દીધા જોકે ત્યારબાદ પણ તેને માલ ન મળતા તેઓએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ફાલ્ગુનભાઈ જોશીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે વર્ષ 2016માં તેઓના મિત્ર હિમેન નાગર અને નરેશ પટેલ ને કાજુનો બિઝનેસ શરૂ કરવા માટે જાણ કરી હતી.

જેથી તેમણે ફરિયાદીને અનુજ કુમાર સક્સેના નામના વ્યક્તિને મળવા માટે કહ્યું હતું. ફરિયાદી પણ અનુજ કુમાર સક્સેનાને ઓળખતા હતાં. ફરિયાદીએ આ બાબતની જાણ અનુજ કુમાર સક્સેનાને કરતા સકસેના એગ્રો પ્રોડક્ટ કંપનીના નાઇજીરીયા દેશના ડાયરેક્ટર અનુજ કુમાર સક્સેના, હંસરાજ કાલરા અને શ્યામસુંદર કક્કડ આ ત્રણે ફરિયાદીના ઘરે આવ્યા હતા. જેમની સાથે ફરિયાદીએ કાજુના બિઝનેસ અંગેની વાતચીત કર્યા બાદ 54 મેટ્રિક ટન કાચા કાજૂ માટેનો ઓર્ડર આપ્યો હતો.આ પણ વાંચો : રાજકોટ : ધૈર્યરાજસિંહને બચાવવા રાજદીપસિંહ રીબડા પણ મેદાને, ઇન્સ્ટાગ્રામ Video Viral થયો

જેના બિલ પણ મોકલી આપ્યા હતા. આ માલના ઓર્ડર પ્રમાણે માલ મેળવવા માટે ફરિયાદી એ તેઓ ની ભાગીદારી પેઢી ના બેંક એકાઉન્ટ માંથી સક્સેના એગ્રો પ્રોડક્ટ કંપનીના  નાઈજીરિયા દેશ ની બેંક એકાઉન્ટમાં રૂપિયા 36 લાખ 79 હજાર જમાં કરાવ્યા હતા. બાદમાં બીજો 81 ટન કાજૂનો ઓર્ડર આપ્યો હતો. જેના 46 લાખ 24 હજાર રૂપિયા પણ બેંક એકાઉન્ટમાં જમાં કરાવ્યા હતા.

આ પણ વાંચો :  અમદાવાદ : દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી લાખોની શોપિંગ કરી, કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં

જો કે રૂપિયાની ચુકવણી કર્યા બાદ પણ આરોપી ઓએ કાચા કાજુનો જથ્થો ફરિયાદીને મોકલી આપ્યો નહોતો. અને હાલ સ્ટોક નથી, અમારો આખી દુનિયા માંસારો બિઝનેસ છે. સારી ગુણવત્તા વાળો માલ આવે એટલે મોકલી આપીશ આમ અનેક વાયદા ઓ કરતા અંતે ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આમ નાઇજિરીયાના વેપારીઓએ શહેરના વેપારીને ચૂનો ચોપડતા આ મામલે કાજુનો બિઝનેસ કરવાનો વિચાર 83 લાખ રૂપિયામાં પડ્યો છે.
Published by:Jay Mishra
First published:March 14, 2021, 07:17 am

ટૉપ ન્યૂઝ