Home /News /madhya-gujarat /

અમદાવાદ : નાના બાળકોને માતા-પિતા થોડા સાવધાન, જુઓ - સિવિલ હોસ્પિટલના તબીબોઓ શું કરી અપીલ

અમદાવાદ : નાના બાળકોને માતા-પિતા થોડા સાવધાન, જુઓ - સિવિલ હોસ્પિટલના તબીબોઓ શું કરી અપીલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ

છેલ્લા દોઢ જ મહિનામાં 5800 જેટલા બાળકોમાં ઋતુગત બીમારીઓના કેસ વધ્યા છે. બીજીતરફ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની આશંકા...

અમદાવાદ : હાલમાં કોરોનાના કેસ ભલે ઘટી ગયા હોય, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોમાં ૠતુગત બીમારીઓના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રોજે રોજ નાના બાળકોને તપાસતા ડોકટર્સ માટે આ સામાન્ય બાબત હોઈ શકે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા કરાયેલી અપીલ નાના બાળકોના માતા-પિતાએ ગંભીર રીતે લેવી જોઈએ.

ત્રીજી લહેરની આશંકામાં બાળકો ઝપેટમાં આવી શકે છે, જેથી ભીડવાળી જગ્યા કે મેળાવડામાં બાળકોને નહિ લઈ જવાની ડોકટર્સ સલાહ આપી રહ્યા છે. અમદાવાદમા બાળકોમા અલગ અલગ બીમારીના કેસ વધ્યા છે. વારતાવરણમા આવતા બદલાવના કારણે છેલ્લા દોઢ જ મહિનામાં 5800 જેટલા બાળકોમાં ઋતુગત બીમારીઓના કેસ વધ્યા છે. બીજીતરફ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની આશંકા હોઈ માતાપિતા બાળકોને લઈ ભીડ વાળી જગ્યા પર જવાનું ટાળે તેવી અપીલ સિવિલના તબીબો કરી રહ્યા છે.

વરસાદી માહોલ અને ત્યાર બાદ ગરમી અને બફારો આમ એકસાથે અલગ અલગ ઋતુના અનુભવના કારણે બાળકોમાં અલગ અલગ બીમારીના કેસ વધ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોઠ મહિનામાં 5800 જેટલા બાળકો OPD મા આવ્યા હતા. જ્યારે 1500 થી વધારે બાળકો ને ગંભીર અસર દેખતા એડમિટ કરવા પડયા હતા. જોકે રાહતની વાત એ પણ છે કે કોરોનાની અસર વાળું એક પણ બાળ દર્દી સિવિલમાં સારવાર હેઠળ નથી. બાળકોમાં ઋતુગત બીમારીઓ નું પ્રમાણ વધ્યુંદૈનિક 200 જેટલા બાળકો સિવિલ OPD મા આવી રહયા છે. દૈનિક 30 જેટલા બાળકો ને ગંભીર અસર જણતાં એડમિટ કરવા પડે છે.

આ પણ વાંચો15 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 4 લાખની કમાણી, જાણો કેવી રીતે શરૂ કરાય?

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ટ ડો. રાકેશ જોશી જણાવે છે કે, OPD મા આવતા બાળકોમાં ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા, ઉલટી અને શ્વાસની તકલીફો જોવા મળી છે. આંકડા પર નજર કરીએ તો, જુલાઈ માહિનામા અમદાવાદની સીવીલ હોસ્પિટલમા 2800 બાળકોમાં OPD નોંધાયા હતા. તો ઓગસ્ટ મહિનામાં માત્ર 17 દિવસમાં જ 2000 જેટલા બાળકો આલગ અલગ બીમારીઓ દેખાતા સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા, જેમાંથી 550 જેટલા બાળકો ને એડમિટ કરવામાં આવ્યા હતા. એક તરફ કોરોનાની ત્રીજી લહેરઆ બાળકોને અસર થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. તેવામાં ઋતુ ગત બીમારીઓના આંકડા તબીબો માટે ચિંતાનો વિષય બન્યા છે. અને ભીડ વાળી જગ્યાઓ કર મેળાવડાઓ મ બાળકોને લઈને નહિ જવાની અપીલ તબીબો કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad Civil Hospital, Ahmedabad news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन