ઉડતા ગુજરાત: રાજ્યમાં ગેરકાયદેસર અફીણ અને ગાંજાની ખેતીના કેસ થયા બે ગણા
ઉડતા ગુજરાત: રાજ્યમાં ગેરકાયદેસર અફીણ અને ગાંજાની ખેતીના કેસ થયા બે ગણા
છેલ્લા ત્રણ વર્ષમાં ગાંજાના વાવેતરના કેસો
2019 માં ગુજરાત પોલીસ (Police) દ્વારા રૂ. 1.7 કરોડની કિંમતનો 3,558 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. 2019માં અગાઉની ખેતીના 22 કેસ નોંધાયા હતા. 2021 માં રૂ. 9 કરોડની કિંમતનો 9,102 કિગ્રા ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) અફીણ (Opium) અને ગાંજાની (Cannabis) ખેતી કરવી એ ગેરકાયદેસર (Illegal) છે. અફીણ અને ગાંજાની ખેતી ગેરકાયદેસર ખેતી કરે તેની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવે છે. વાત કરીયે તો છેલ્લાં કેટલાક વર્ષોથી અફીણ અને ગાંજાની ગેરકાયદેસર ખેતીનું (Agriculture) પ્રમાણ વધી ગયું છે. આ ઉત્પાદન અટકાવવાં માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. તથા આનું ઉત્પાદન અટકે તે રીતે સરકાર દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.
2019 માં ગુજરાત પોલીસ (Police) દ્વારા રૂ. 1.7 કરોડની કિંમતનો 3,558 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. 2019માં અગાઉની ખેતીના 22 કેસ નોંધાયા હતા. 2021 માં રૂ. 9 કરોડની કિંમતનો 9,102 કિગ્રા ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં 82 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે અફીણની ખેતીના સાત કેસ નોંધાયા હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં ગાંજાના વાવેતરના કેસો
ગુજરાત પોલીસ પાસે ઉપલબ્ધ ડેટા મુજબ 2020 દરમિયાન જ્યારે લોકડાઉન અમલમાં હતું ત્યારે કેસોની (Case) સંખ્યામાં ઘટાડો થયો હતો. વર્ષ દરમિયાન 15 કેસ નોંધાયા હતા અને 1.29 કરોડ રૂપિયાની કિંમતનો 1597 કિલો ગાંજો જપ્ત (Seizure) કરવામાં આવ્યો હતો. 2021માં ગુજરાતમાંથી રૂ. 9.02 કરોડની કિંમતનો 9102 કિલો ગાંજો જપ્ત થતાં કેસની સંખ્યા વધીને 47 થઈ ગઈ હતી. 12 કરોડ રૂપિયાની કુલ 14,257 કિગ્રા જપ્ત કરીને છેલ્લા ત્રણ વર્ષમાં ગાંજાના વાવેતરના કેસોની સંખ્યા 84 હતી.
અફીણની વાત કરીએ તો 2019 માં રાજ્યના વિવિધ ભાગોમાંથી રૂ. 2.97 લાખની કિંમતનો 525 કિલો પ્રતિબંધિત પદાર્થ (Substance) જપ્ત કરવામાં આવતાં માત્ર બે જ કેસ નોંધાયા હતા. 2020 દરમિયાન બે કેસ નોંધાયા હતા. પરંતુ અફીણની જપ્તી રૂ. 13.51 લાખની કિંમત સાથે 567 કિલોગ્રામ થઈ ગઈ હતી. 2021 માં અફીણની (Opium) ખેતીના ત્રણ કેસ નોંધાયા હતા અને 60.95 લાખ રૂપિયાની કિંમતનું 709 કિલોગ્રામ જપ્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં અફીણની ખેતીના સાત કેસ નોંધાયા હતા. જેના પરિણામે રૂ. 77.44 લાખની કિંમતનું 1802 કિલોગ્રામ જપ્ત કરવામાં આવ્યું હતું.
ડીજીપી (DGP) આશિષ ભાટિયાએ ગાંજો અને અફીણની ખેતી કરનારાઓ સામેની કડક કાર્યવાહીને કારણે કેસમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. ડીજીપી ભાટિયાએ જણાવ્યું હતું કે, "અમે તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકને નિર્દેશ આપ્યો છે કે જેઓ ગાંજો અને અફીણની ખેતી (Agriculture) મુખ્યત્વે અન્ય પાકોની વચ્ચે કરે છે. તેમની સામે કડક કાર્યવાહી (Prosecution) કરવામાં આવે.\"
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર