Home /News /madhya-gujarat /Lockdownમાં ઘરેલુ હિંસાની ફરિયાદોનો રાફડો! ગુજરાતમાં કેવી સ્થિતિ?

Lockdownમાં ઘરેલુ હિંસાની ફરિયાદોનો રાફડો! ગુજરાતમાં કેવી સ્થિતિ?

લોકડાઉનના સમયમાં અમદાવાદની વાત કરીએ તો આ સમય ગાળામાં કુલ 978 જેટલા ફોન કોલ આવ્યા છે અને જેમાં 381 ઘરેલુ હિંસાના હોવાનું સામે આવ્યું છે.

લોકડાઉનના સમયમાં અમદાવાદની વાત કરીએ તો આ સમય ગાળામાં કુલ 978 જેટલા ફોન કોલ આવ્યા છે અને જેમાં 381 ઘરેલુ હિંસાના હોવાનું સામે આવ્યું છે.

    અમદાવાદ : કોરોના વાયરસને લઈ દેશ ભરમાં લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે અને 3 મે સુધી આ લોકડાઉન રાખવામાં આવ્યું છે. જોકે ત્યાર બાદ પરિસ્થિતિ શું હશે હજી સુધી કોઈ નક્કી નથી પરંતુ આવા સમયમાં અનેક પરિવારમાં ઘરેલુ હિંસાની ફરિયાદ વધી ગઈ છે અને જો આવી રીતે લોક ડાઉન રેહશે તો કોલની સંખ્યા વધી શકે છે.

    મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં એક હેલ્પ લાઈન છે જે મહિલાઓ માટે કામ કરે છે અને જેમાં મહિલાઓ ફોન કરી પિતાની તકલીફ વિશે જણાવે છે અને ત્યાર બાદ અલગ-અલગ ટિમો જઈ નિરાકરણ લાવે છે.

    લોક ડાઉનમાં એટલે 24 માર્ચથી 28 એપ્રિલ સુધી અભયમમાં ગુજરાતમાં કુલ 10233 ફોન કોલ આવ્યા છે અને જેમાં ખાસ કરીને 4556 ફોન તો માત્ર ઘરેલુ હિંસાના હોવાનું સામે આવ્યું છે અને અમદાવાદની વાત કરીએ તો આ સમય ગાળામાં કુલ 978 જેટલા ફોન કોલ આવ્યા છે અને જેમાં 381 ઘરેલુ હિંસાના હોવાનું સામે આવ્યું છે.

    આ મામલે અભયમના પ્રોજેકટ મેનેજર નરેન્દ્ર ભાઈનું કેહવું છે કે, ઘરેલુ હિંસામાં અલગ અલગ પ્રકાર છે. શારીરિક, માનસિક, આર્થિક અને ભવનાત્મક આવી રીતે 4 પ્રકારે મહિલાઓને હેરાન કરવામાં આવે તો ઘરેલુ હિંસામાં આવે છે. જોકે હાલ પણ લોક ડાઉન યથાવત છે ત્યારે આંકડો ક્યાં સુધી જાય છે તે જોવું રહયું.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन