Lockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ?


Updated: July 5, 2020, 5:20 PM IST
Lockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ?
પ્રતિકાત્મક તસવીર

અઢી મહિના સુધી લોકડાઉન ચાલ્યું અને ત્યારબાદ અનલોક ચાલી રહયું છે તેવામાં પણ અનેક લોકો ઘરમાં રહીને બબાલ કરી રહ્યાં હતાં

  • Share this:
અમદાવાદ : દેશમાં કોરોના મહામારીને લઈ માર્ચના અંતિમ દિવસોથી આશરે અઢી મહિના સુધી લોકડાઉન ચાલ્યું અને ત્યારબાદ અનલોક ચાલી રહયું છે તેવામાં પણ અનેક લોકો ઘરમાં રહીને બબાલ કરી રહ્યાં હતાં. આ વાત અમે નહીં પરંતુ અભયમનો આંકડો સામે કહી દે છે. ગુજરાતમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં સામાન્ય મહિનામાં જે ઘરેલુ હિંસાના આંકડા આવતા હતા તેવામાં લોક ડાઉન માં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ડોમેસ્ટિક વાયોલોન્સના કેસમાં અભ્યમ દ્વારા અનેક કેસ હેન્ડલ કરવામાં આવ્યા છે. ઓક્ટો. 2019માં અભ્યમ દ્વારા કુલ 13740 કેસો લેવામાં આવ્યા અને જેમાં ઘરેલુ હિંસાના 4476 કેસો હતા. nov 2019માં 12755ની સામે ઘરેલુ હિંસાના 4312 હતા. dec 2019માં 12254 સામે ઘરેલુ હિંસાના 3695 કેસો હતા.

jan 2020માં અભ્યમમાં 11601 કેસો આવ્યા અને જેમાં ઘરેલુ હિંસાના 3809 કેસો હતા. ફેબ 2020માં 10586 કેસોની સામે 3965 ઘરેલુ હિંસાના કેસો હતા. માર્ચમાં 10115 કેસોમાં 4040 કેસો માત્ર ઘરેલુ હિંસાના સામે આવ્યા હતા, પરંતુ હવે એપ્રિલ 2020ની વાત કરીએ તો અભ્યમને 8774 કેસો મળ્યા હતા અને જેમાં ઘરેલુ હિંસાના 4124 કેસો સામે આવ્યા.

ત્યાર બાદમેં મહિનામાં પણ 10296 કેસો મળ્યા અને જેમાં ઘરેલુ હિંસાના 4598 કેસો સોલ્વ કર્યા અને જૂન 2020માં પણ આવી જ રીતે 9750 કેસો આવ્યા હતા અને જેમાં 4351 કેસો તો ઘરેલુ હિંસા ના જ હતા. લોક ડાઉનમાં જે રીતે કેસો વધ્યા છે તેનાથી અંદાજો આવી જાય છે કે, કઈ રીતે અનેક લોકોના ઘરમાં એક સાથે રહેવાને લઈ બબાલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, વાત કરીએ તો ચાંદખેડા વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેના પુત્રીને અન્ય જગ્યાએ લઈ જવા મામલે તેના પતિએ તેની પુત્રી અને તેને ઢોર માર માર્યો હતો. આવી જ રીતે સોલામાં પણ નાસ્તા જેવી બાબતે એક મહિલાના પતિએ પત્નીને માર માર્યો હતો અને દારૂ પીને બબાલ કરતો હતો. આવી અનેક ફરિયાદો પણ થઈ છે.
First published: July 5, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading