અમદાવાદ : પતિ-પત્ની અને પાડોશીનો કિસ્સો, 'એવું તો શું છે તારી પત્નીમાં કે આટલો ભાવ ખાય છે?'


Updated: October 3, 2020, 6:55 AM IST
અમદાવાદ : પતિ-પત્ની અને પાડોશીનો કિસ્સો, 'એવું તો શું છે તારી પત્નીમાં કે આટલો ભાવ ખાય છે?'
પ્રતિકાત્મક તસવીર

પતિને ટિફિન આપવા પત્ની નીકળી એટલે પાડોશીએ તેનો Video ઉતાર્યો અને બાદમાં કર્યુ ન કરવાનું કામ, ઈસનપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક સોસાયટીમાં (Ahmedabad Gujarat) રહેતા બે પાડોશીઓ વચ્ચેની બબાલ પોલીસસ્ટેશનમાં પહોંચી છે. આ સોસાયટીમાં રહેતા (Fight between Neighbors) વેપારીએ આક્ષેપ કર્યો છે કે તેઓ દુકાને જાય ત્યારે તેમના પાડોશી તેમની પત્નીના વિડીયો (Videos of wife) ઉતારી ગંદા ઈશારા કરતા હતા. જે બાબતે ઝગડો થયા બાદ વેપારીએ ઘરે લગાવેલા સીસીટીવી (CCTV) બાબતે ઝગડો થયો હતો. સમગ્ર આક્ષેપોને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઇસનપુરમાં આવેલી એક સોસાયટીમાં (IsanPur Ahmedabad) ઇલેક્ટ્રિક દુકાન ધરાવી વેપાર કરતા વેપારી (Businessman)  તેમના પરિવાર સાથે રહે છે. ગુરુવાર ના રોજ તેઓ સવારે દુકાને જવા નિકલ્યા હતા. ત્યારે ઘરની બહાર આવી તેમના પત્ની ટિફિન આપતા હતા. તે સમયે ત્યાં પાડોશમાં રહેતા (Neighbor shoot video of woman) એક વ્યક્તિ છુપાઈને આ મહિલાનો વિડીયો ઉતરતા હતા અને બીભત્સ ઈશારો કરતા હતા. જેથી વેપારીએ તેમને આ બાબતે પૂછ્યું તો તેઓએ જવાબ આપ્યો ન હતો. અને બીજા દિવસે આ પાડોશીએ મહિલાના વીડિયો ઉતારી બીભત્સ ઈશારા કરતા હતા. જેથી આ બાબતે તેઓને ઠપકો આપવા જતા પડોશીએ કહ્યું કે 'એવું તો શુ છે તારી પત્નીમાં કે આટલો ભાવ ખાય છે?'

આ પણ વાંચો :  અમદાવાદ : વરસાદનું બહાનું કરી પ્રેમી પ્રેમિકાને હોટલમાં લઈ ગયો, બીભત્સ ફોટા પાડી દુષ્કર્મ ગુજાર્યુ

જોકે, આ મામલે મહિલાના પતિએ સહેજ પણ જાતનો સમય વેડફ્યા વગર અમદાવાદના ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાવી છે. પોલીસે મહિલાના પતિને ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથધરી છે.

વીડિયો બાબતે ઝઘડો થયા બાદ બાદમાં આ પાડોશી અને તેનો દીકરો આવ્યા અને વેપારીએ ઘરે લગાવેલા સીસીટીવી બાબતે ઝગડા કર્યા હતા અને સીસીટીવી (CCTV camera) કાઢી નાખવા બબાલ કરી હતી. પડોશીએ 20 લાખમાં ઘર માંગી બોલાચાલી કરી હતી. તે સમયે વેપારીએ પોલીસને જાણ કરતા ઇસનપુર પોલીસ આવી અને આ બાબતે ફરિયાદ નોંધી હતી.આ પણ વાંચો :  અમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મને ટક્કર મારે એવી કહાણી

જોકે વેપારીનો એવો પણ આક્ષેપ છે કે પાડોશી એ તેમનું ઘર ખરીદવા અગાઉ કોર્પોરેશન તથા પોલીસમાં અનેક વાર ખોટી અરજીઓ પણ કરી હતી. આ તમામ આક્ષેપો બાબતે પોલીસે પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: October 3, 2020, 6:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading