ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતનો મામલો: મત ગણતરી મથકના CCTV કોર્ટમાં રજુ કરાયા

News18 Gujarati
Updated: December 6, 2019, 9:29 PM IST
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતનો મામલો: મત ગણતરી મથકના CCTV કોર્ટમાં રજુ કરાયા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા (ફાઈલ ફોટો)

રાઠોડ તરફથી એડવોકેટ્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે,‘આ ફુટેજ પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે ચુડાસમાના પર્સનલ સેક્રેટરી મહેતા ફોન સાથે મતગણતરી કેન્દ્રમાં ફરી રહ્યા છે

  • Share this:
વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી રિટમાં શુક્રવારે કોર્ટરૂમમાં ધોળકા બેઠક પરના મતગણતરી મથકના CCTV ફૂટેજ ચલાવવામાં આવ્યા હતા. જેના આધારે અરજદાર પક્ષે રજૂઆત કરવામાં આવી હતી. આ ફુટેજ દર્શાવવામાં આવ્યા અને દલીલો દરમિયાન હાઇકોર્ટે એક તબક્કે એવી ટકોર કરી હતી કે,‘રિટર્નિંગ ઓફિસર જાનીએ ઓફ ધી રેકોર્ડ રિઝલ્ટ જાહેર કર્યું એનો મતલબ શું. તેમણે રજૂ કરેલી સીડીના ફુટેજમાં કન્ટિન્યુટી પણ જણાતી નથી.’ હવે આ કેસની વધુ સુનાવણી ૧૩મી ડિસેમ્બરના રોજ યોજાશે. અરજદાર અશ્વિન રાઠોડના પક્ષે દલીલો પૂર્ણ થઇ છે અને ચુડાસમાના પક્ષે દલીલો શરૂ કરવામાં આવી છે જે આગામી સુનાવણીએ પણ ચાલુ રહેશે.

અરજદાર અશ્વિન રાઠોડ તરફથી સિનીયર એડવોકેટ પરસી કાવિનાએ દલીલો કરી હતી. જમાં તેમણે મતગણતરીના દિવસના CCTV ફૂટેજ કોર્ટમાં ચલાવવામાં આવે એવી દલીલ કરી હતી. કોર્ટે તે દલીલ ગ્રાહ્ય રાખતાં શુક્રવારના રોજ કોર્ટરૂમમાં CCTV ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. આ ફુટેજ અગાઉ પણ ચલાવવામાં આવ્યા હતા પરંતુ ફરીથી તેને ચલાવવાની માગ થતાં કોર્ટે મંજૂરી આપી હતી. દરમિયાન રાઠોડ તરફથી એડવોકેટ્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે,‘આ ફુટેજ પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે ચુડાસમાના પર્સનલ સેક્રેટરી મહેતા ફોન સાથે મતગણતરી કેન્દ્રમાં ફરી રહ્યા છે. તેમણે ફોન ઉપર ચુડાસમાના પોલિંગ એજન્ટ મહેન્દ્રસિંહ મંડોરા સાથે વાત પણ કરી છે. એટલું જ નહીં ધવલ જાની કે જેઓ રિટર્નિંગ અધિકારી હતા તેઓ નિયમ અને કાયદા મુજબની કાર્યવાહી કરવાના બદલે અન્ય બીજા કાર્યો કરતાં નજરે પડે છે. તેમણે પોસ્ટલ બેલેટની ગણતરી જ કરી ન હોવાનું પણ જણાય છે. આ તમામ બાબતો શંકાસ્પદ છે.’

પોસ્ટલ બેલેટની ગણતરી મુદ્દે ધવલ જાની એવું બોલતાં નજરે પડે છે કે ઓફ ધી રેકોર્ડ રિઝલ્ટ જાહેર કરું છું. તે બાબતે કોર્ટે એવી ટકોર કરી હતી કે,‘ઓફ ધી રેકોર્ડ એટલે શું.’ ત્યારબાદ કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે,‘જાનીએ રજૂ કરેલી સીડીમાં કન્ટિન્યુટિ જણાતી નથી.’

સુનાવણીના અંતે હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આદેશમાં નોંધ્યું હતું કે,‘અરજદાર પક્ષે થયેલી રજૂઆતને ગ્રાહ્ય રાખતાં કોર્ટરૂમમાં સીડીના ફુટેજ બતાવવાની મંજૂરી અપાઇ છે. આ ફુટેજ અગાઉ ૧ માર્ચના રોજ પણ દર્શાવવામાં આવી હતી. મતગણતરી કેન્દ્રના લગાવેલા તમામ CCTV કેમેરાના ફુટેજ કે જે ધવલ જાની તરફથી કોર્ટને અપાયા હતા તે કોર્ટરૂમમાં દર્શાવવામાં આવ્યા છે. તે ઉપરાંત તેના અનુસંધાને ધવલ જાનીએ સાક્ષી તરીકે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ તેમણે પુરાવા તરીકે આપ્યા છે. પ્રતિવાદી (ભૂપેન્દ્રસિંહ) તરફથી સિનીયર એડવોકેટ એન.ડી. નાણાવટીએ પોતાનો પક્ષ રજૂ કરવાનો શરૂ કર્યો છે અને હવે તેઓ પોતાની દલીલો ચાલુ રાખશે. આ કેસની વધુ સુનાવણી ૧૩મી ડિસેમ્બરના રોજ યોજાશે.
First published: December 6, 2019, 9:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading