અમદાવાદ : NRIએ માતાપિતા માટે ઘરઘાટી રાખ્યો, 25.27 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા

અમદાવાદ : NRIએ માતાપિતા માટે ઘરઘાટી રાખ્યો, 25.27 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા
પ્રતિકાત્મક તસવીર

NRI કપિલભાઈએ માતાપિતાની સારસંભાળ માટે મિત્રની ભલામણથી ઘરઘાટી રાખી તેને ઘરની તમામ ચાવીઓ સોંપી દીધી હતી.

  • Share this:
અમદાવાદ : શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા એક NRI (Non Resident Indian)ને માતાપિતા માટે કૅરટૅકર (Caretaker) રાખવો ભારે પડ્યું છે. ચારેક વર્ષમાં ઘરઘાટી રૂપિયા 25 લાખ ચાંઉ (Cheating) કરી જતા આ મામલે યુનિવર્સિટી પોલીસે (Gujarat University Police) ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ નારણપુરાના અને હાલ ન્યૂજર્સીમાં (New Jersey)રહેતા કપિલભાઈ પટેલ વર્ષ એકાદ વખત અમદાવાદ આવતા રહે છે. તેઓએ અમદાવાદ ખાતે રહેતા માતાપિતાની દેખરેખ કરવા તેમના મિત્ર રમેશ શાહના રેફરન્સથી રાજસ્થાનના આબેદ સિંધીને વર્ષ 2012થી નોકરીએ રાખ્યો હતો. સાથે તેને ઘરની બધી ચાવીઓ પણ આપી હતી.આ પણ વાંચો : Corona: સ્ટેચ્યૂ ઑફ યૂનિટિનું ઑનલાઇન બુકિંગ બંધ, સફારી પાર્ક પણ બંધ કરાયો

વર્ષ 2015માં કપિલભાઈ ભારત આવ્યા હતા ત્યારે ગાંધીનગરમાં તેમને બે ફ્લેટ બુક કરાવતા 22 લાખની જરૂર પડી હતી. તેમણે મિત્ર અશોકભાઈ પાસેથી પૈસા લેવાના નીકળતા હોવાથી તેમણે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, એ સમયે રૂપિયા ન હોવાથી થોડા દિવસોમાં આ 22 લાખ નોકર આબેદને આપવા કહ્યું હતું. અશોકભાઈએ થોડા દિવસ બાદ કપિલભાઈને ઘરે જઈને તેના ઘરઘાટી આબેદને આપ્યા હતા. સાથે કપિલભાઈના પિતા ભારત આવે ત્યારે તેમને આ રૂપિયા આપી દેવા કહ્યું હતું.

આ પણ વાંચો : AMCએ જાહેરમાં થૂંકતાં 1,244 લોકો પાસેથી એક જ દિવસમાં 6.22 લાખનો દંડ વસૂલ્યો

બાદમાં કપિલભાઈના પિતાએ ભારત આવીને આ રૂપિયા માંગતા તેને વ્યાજે આપ્યા હોવાનું કહી ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં કપિલભાઈ ભારત આવ્યા ત્યારે આબિદે એવું બહાનું કર્યું હતું કે તેણે બે ટ્રકની ખરીદી કરી છે. આવું કહીને તેણે 22 લાખ રૂપિયા આપ્યા ન હતા. આ દરમિયાન આબીદે કપિલભાઈના માતાપિતાના ખાતામાંથી પણ 25 હજાર રૂપિયા ઉપાડી ફરાર થઈ ગયો હતો. આખરે ચારેક વર્ષ દરમિયાન આરોપી આબીદે 25.27 લાખની રૂપિયાની છેતરપિંડી આચરતા કપિલભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Published by:News18 Gujarati
First published:March 17, 2020, 10:13 am

ટૉપ ન્યૂઝ