Home /News /madhya-gujarat /

અમદાવાદઃ કાર ચોર ટોળકી ઝડપાઈ, રાજ્યમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ, 5 મિનિટમાં જ બનાવતા ડુપ્લિકેટ ચાવી

અમદાવાદઃ કાર ચોર ટોળકી ઝડપાઈ, રાજ્યમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ, 5 મિનિટમાં જ બનાવતા ડુપ્લિકેટ ચાવી

ચોર ટોળકીની તસવીર

Ahmedabad crime news: આરોપી ન માત્ર અમદાવાદ (Ahmedabad) પરંતુ સમગ્ર ગુજરાત (Gujarat) અને અન્ય રાજ્યોમાં પણ ચોરીને (theft) અંજામ આપતા હતા. આરોપીની પુછપરછમા સામે આવ્યુ કે આ ગેંગ માત્ર 5 મીનીટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી (car thief) કરતા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: ગણતરીની સેંકડોમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad crime branch) ધરપકડ કરી છે. આરોપી ન માત્ર અમદાવાદ (Ahmedabad) પરંતુ સમગ્ર ગુજરાત (Gujarat) અને અન્ય રાજ્યોમાં પણ ચોરીને (theft) અંજામ આપતા હતા.આરોપીની પુછપરછમા સામે આવ્યુ કે આ ગેંગ માત્ર 5 મીનીટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતા હતા. જે માટે વપરાતી 41 જેટલી પ્લેન ચાવી પણ કબ્જે કરવામાં આવી છે. આરોપી રાજ્યમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ (Target of 100 car thefts in the state) લઈને આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમા રહેલા આરોપીના નામ જાવેદ ઉર્ફે બબલુ કુરેશી, સુરેન્દ્ર યાદવ અને મનોજ ઉર્ફે મહેતાજી જોશી છે. આરોપીની ધરપકડ વાહનચોરીના ગુનામાં કરવામાં આવી છે. આરોપીની પુછપરછ કરતા 15 જેટલી ફોર વ્હિલર ગાડીની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે.

જેમા અમદાવાદ, વડોદરા તથા ભરૂચ માથી પણ ચોરી કરી હતી. ચોરી કરેલી ગાડીઓ મુખ્ય આરોપી મનોજ રાજસ્થાનમાં 30 હજાર થી લઈ 50 હજાર મા ડોક્યુમેન્ટ વિના વેચતો હોવાનુ સામે આવ્યુ છે.

ચોરીના ગુનામાં ઝડપાયેલા 3 આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે અગાઉ આ ગેંગમાં 9 આરોપી સામેલ હતા. જેમણે માત્ર મહારાષ્ટ્ર માથી  જ 170 જેટલી ગાડીઓની ચોરી કરી હતી. અને ગુજરાતમાં 100 ગાડીની ચોરીનો ટાર્ગેટ કરીને આવ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

આરોપીઓ મુંબઈથી અલગ અલગ કંપનીની પ્લેન ચાવી ખરીદી લેતા અને બાદમાં ગાડી ટાર્ગેટ કરી 5 મીનીટમાં બનાવટી ચાવી બનાવી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા.. જે માટે વપરાતી 41 પ્લેન ચાવી પણ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે આરોપી જાવેદ અગાઉ હત્યાના પ્રયાસ , વાહન ચોરી, લુંટ, હથિયાર ધારા,  હત્યા સહીતના 14 જેટલા ગુનામાં જેલવાસ પણ ભોગવી ચુક્યો છે.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

જોકે જેલમાથી તેણે આંતરરાજ્ય કાર ચોરી કરતી ગેંગ સાથે પરિચય થયો અને બાદમાં કાર ચોરી કરવા લાગ્યો હતો. જોકે પોલીસને આશા છે કે આરોપીના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા વધુ ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

ઉલ્લેખનીય છે કે નિકોલમાં થયેલ ચાંદીના દાગીનાની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે..જવેલર્સમાં કામ કરતા કર્મચારીને દેવું થઈ જતા મિત્રો સાથે લૂંટ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું..જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં ભાંગી પડતા ફરિયાદી જ આરોપી નીકળ્યો. દારૂ અને નશાની લતમાં કર્મચારીએ દગાખોરી કરી. મિત્રો સાથે જ મળી લૂંટના ષડયંત્રને અંજામ આપ્યો.. પરતું ક્રાઇમ બ્રાંચની તપાસમાં જવેલર્સનો કર્મચારી જ આરોપી નીકળ્યો.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Crime news, Gujarati News News, કાર ચોરી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन